Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સંસદ : ચુંટણી બોન્ડ પર ધમાલ : વિપક્ષે સરકારને ધેરી

લોકસભામાં બીજેપી - કોંગ્રેસ આમને સામને : કોંગ્રેસે કર્યું વોકઆઉટ

નવી દિલ્હી,તા.૨૧: સંસદના શીયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. લોકસભામાં આજે કોંગ્રેસ સરકારે ચુંટણીના ફાળાના ઇલેકટોરલ બોન્ડ અંગે ધેરાવો કર્યો કોંગ્રેસનું કહેવું છે કે બોન્ડ દ્વારા ભાજપને ફાયદો થયો છે તે અંગે બંને સદનમાં વિપક્ષ સતત હોબોળો કરી રહી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ સદનમાંથી વોકઆઉટ કર્યું છે.

ઇલેકટોરલ બોન્ડના મુદ્દા પર કોંગ્રેસ સાંસદોએ સદનમાં કહ્યું કે સરકારે જે ઇલેકટોરલ બોન્ડ બહાર પાડયા છે. તેનાથી સરકારી ભષ્ટ્રાચારને પ્રોત્સાહન મળ્યું છે. તેઓએ કહ્યું કે ઇલેકટોરલ બોન્ડ અંગેના ડોનર વિશે કે કેટલા પૈસા આવ્યા છે કે જેને આપ્યા છે તેની કોઇ પણ જાણકારી નથી.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ઇલેકટોરલ બોન્ડે અંગે કહ્યું' જ્યારે ઇલેકટોરલ બોન્ડ રજુ કરવામાં આવ્યા હતા તો એમાંથી અનેક લોકોએ તેના પર ગંભીર આપતિ દર્શાવી હતી કે તે સરળતાથી અમીર નિગમો અને વ્યકિતઓ માટે અનુચિત રાજનૈતિક દળો વિશેષ રૂપથી સત્તારૂઢ પક્ષને પ્રભાવિત કરવાની એક રીત બની શકે છે.

(3:34 pm IST)