Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કોલકાતામાં બિલ્ડીંગની બારીમાંથી અચાનક નોટોનો વરસાદ: નીચે લૂંટવા ઉમટયા લોકો

ઓફિસમાં ડીઆઇઆરે રેડ પાડતા નોટોના બંડલો નીચે ફેંકવા લાગ્યા : કેટલીક નોટોના બંડલ ખુલી ગયા અને નોટો રસ્તા પર વેરાઇ ગઈ અને હવામાં ઉડવા લાગી

કલકત્તા: પશ્વિમ બંગાળની રાજધાની કલકત્તામાં એક બિલ્ડિંગની બારીમાંથી અચાનક નોટોના બંડલ નીચે ફેંકવામાં આવ્યા. આ દરમિયાન કેટલીક નોટોના બંડલ ખુલી ગયા અને નોટો રસ્તા પર વેરાઇ ગઇ. અચાનક હવામાં ઉડતી નોટોને જ્યારે લોકોએ જોઇ તો લૂંટવા લાગ્યા. કેટલાક લોકોએ આ નજારાનો વિડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો. કલકત્તાના બેનટિંક સ્ટ્રીટ સ્થિત એક બિલ્ડિંગ હોક મર્ચેટાઇલ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં બુધવારે ડાયરેક્ટરેટ રેવન્યૂ ઇંટેલીજન્સ (DRI) એ રેડ પાડી હતી.

આ દરમિયાન આ ઓફિસની બારીમાંથી અચાનક નોટોના બંડલો નીચે ફેંકવાનો સિલસિલો શરૂ થયો.

બારીમાંથી ફેંકવામાં આવેલી નોટો બિલ્ડીંગ પરિસરની અંદર અને બહાર તરફ પડી. બિલ્ડીંગ પરિસરની અંદર તો ગાર્ડે નોટો વીણી લીધી તો બીજી તરફ લોકોમાં નોટ લૂંટવાની હોડ મચી. અત્યાર સુધી એ વાતની જાણકારી નથી મળી કે આ નોટો કોણે ફેંકી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિલ્ડીંગના છઠ્ઠા માળેથી આ નોટો ફેંકવામાં આવી રહ્યા હતા. હાલ ડીઆરઆઇ અને કલકત્તા પોલીસ દ્વારા આ મામલે કોઇ નિવેદન સામે આવ્યું નથી

(1:37 pm IST)