Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

શિવસેના -કોંગ્રેસ - NCP ના ગઠબંધનનું નામ હશે ' મહાવિકાસ અઘાડી'

મહારાષ્ટ્રમાં સરકાર રચવા સોનિયાએ આપી લીલીઝંડી : શરદ પવારે વધાર્યુ રાજકીય સસ્પેન્સ

સરકાર રચવાની પ્રક્રિયા શરૂ : ૧ લી ડિસેમ્બર સુધીમાં સરકાર રચાઇ જશે શિવસેના હજુ હું કશુ જણાવવાની સ્થિતિમાં નથી શરદ પવાર

નવી દિલ્હી,તા.૨૧: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી ચીફ શરદપાવર પાસેથી લીલીઝંડી મળ્યા બાદ મહારાષ્ટ્રમાં શિવસેના- એનસીપી -કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સ્થિતિ હવે ધીરે-ધીરે સ્પષ્ટ થતી જોવા મળે છે.

સુત્રોના જણાવ્યા મુજબ આ ગઠબંધનનું નમ ' મહાવિકાસ અઘાડી' હશે અને આ પ્રમુખ એજેન્ડા ખેડૂત અને વિકાસનો હશે. દિલ્હીમાં ડેરો જમાવીને ત્રણેય દળોની સાથે નેતા હવે મુંબઇ કુચ કરી રહ્યા છેે અને સરકારના સ્વરૂપ અંગેના ચર્ચાનો દોર હજુ ચાલુ જ છે.

બીજીબાજુ મુખ્યમંત્રી પદની ફાળવણી અંગે હજુ પણ શિવસેના અને એનસીપી વચ્ચે વાત અટવાયેલી છે. એટલુ જ નહીં એનસીપી સુપ્રીમો શરદ પવારે સરકાર અંગે હજુ કોઇ પણ કહેવા લાયક નથી કહીને સસ્પેન્સ વધારી દીધુ છે.

cwc ની બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વણુગોપાલે મિડિયાને કહ્યું કે અમે કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યોને મહારાષ્ટ્રની હાલની સ્થિતિથી અવગત કરવામાં આવ્યા  છે આજે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ચર્ચા ચાલે રહેશે.

થોરાટે દિલ્હીમાં કહ્યું કે હાલમાં ત્રણ દળો વચ્ચે વાતચીત ચાલી રહી છે . અને અમે મુંબઇ જઇ રહ્યા છીએ બીજી બાજુ સરકાર બનાવા અંગે જ્યારે એનસીપી શરદ પવારેને પુછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે હજુ કાંઇ કહી શકાય તેવું નથી. આ બધાની વચ્ચે મુખ્યમંત્રીના પદની ફાળવવી અંગે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે આ દિશામાં હજુ કોઇ નિર્ણય થયો નથી. રાઉતે કહ્યું મુખ્યમંત્રી પદને ૩૦ -૩૦ મહિનાના઼ કરવા પર કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યા નથી.

(3:33 pm IST)