Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : ભાજપની પાંચમી યાદી જાહેર:આઠ ઉમેદવારોની નામની જાહેરાત

કાંકેના ધારાસભ્ય જીતૂ ચરણનું પત્તુ કપાયું: પાર્ટીએ સમરી લાલને ઉમેદવાર બનાવ્યા

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપએ પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 8 ઉમેદવારોના નામ સામેલ છે. પાર્ટીએ પાકુડ, રામગઢ, ડુમરી, બડકાગાંવ, ગોમિયા, ટુંડી, કાંકે અને જમશેદપુર પશ્ચિમ વિધાનસભા સીટ માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. કાંકેના વર્તમાન ધારાસભ્ય જીતૂ ચરણનું પત્તુ કપાયું છે. કાંકેથી પાર્ટીએ સમરી લાલને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપની આ યાદી મુજબ પાકુડથી બેની પ્રસાદ ગુપ્તા, બડકાગાંવથી લોકનાથ મહતોને ટિકિટ આપવામાં આવી છે. રામગઢથી રનંજય કુમાર, ડુમરીથી પ્રદીપ સાહૂ, ગોમિયાથી લક્ષ્‍મણ નાયક, ટૂંડીથી વિક્રમ પાંડેયને પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. જમશેદપુર પશ્ચિમથી દેવેનદ્ર સિંહને ઉમેદવાર બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની ચોથી યાદીમાં ત્રણ ઉમેદવારના નામ ઘોષિત કર્યાં હતાં.

અત્રે  ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલ વિધાનસભા ચૂંટણી માટે અડધો ડઝન પૂર્વ અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી મેદાનમાં છે. જેઓ પહેલીવાર પોતાની કિસ્મત અજમાવવા જઈ રહ્યા છે.

 ઝારખંડમાં આ વખતે 5 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે. 30 નવેમ્બરથી પહેલો તબક્કો શરૂ થશે, જ્યારે 20 ડિસેમ્બરે અંતિમ તબક્કામાં ચૂંટણી થનાર છે. જ્યારે 23મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. જણાવી દઈએ કે ઝારખંડમાં 81 વિધાનસભા સીટ છે અને સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને 41 સીટની જરૂરત પડશે.

(12:45 pm IST)