Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સવારે સોનિયા ગાંધીના નિવાસે કોંગ્રેસની તાકીદની બેઠક મહારાષ્ટ્રમાં સરકારમાં જોડાવવા મામલે કરાશે વિચારણા

શિવસેના પણ આજે નક્કર નિર્ણંય કરે તેવી શકયતા વચ્ચે કોંગ્રેસમાં પણ મિટિંગ શરૂ

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નિવાસસ્થાને આજે સવારે કોંગ્રેસ પક્ષની એક તાકીદની બેઠક મળી રહી હોવાની જાણકારી મળી હતી.

 એવું મનાય છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં શિવસેના અને એનસીપી સાથે સરકારમાં જોડાવું કે કેમ એ મુદ્દ્રાદાની ચર્ચા આ બેઠકમાં થવાની છે.

 શિવસેનાની છાપ કટ્ટર હિન્દુવાદી છે. બીજી બાજુ કોંગ્રેસની ઇમેજ સેક્યુલર પાર્ટીની છે. હજુ બે દિવસ પહેલાં જમિયત ઉલેમા-એ-હિંદના આગેવાનોએ સોનિયા ગાંધીને પત્ર લખીને શિવસેના સાથે જોડાવાનું જોખમ વર્ણવ્યું હતું કે શિવસેના સાથે તમે જોડાશો તો મુસ્લિમ ઉમેદવારો તમારાથી વિમુખ થઇ જશે. એ જ રીતે પીઢ કોંગ્રેસી નેતા એ કે એન્ટનીએ સોનિયાને કહ્યું હતું કે શિવસેના દક્ષિણ ભારતીયોની વિરુદ્ધ છે એટલે આપણે શિવસેનાની સાથે હાથ મિલાવીએ તો દક્ષિણ ભારતમાં આપણને નુકસાન થ.શે 

બીજી બાજુ પીઢ કોંગ્રેસી મુસ્લિમ નેતા હુસૈન દલવાઇએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે ભૂતકાળમાં પ્રતિભા પાટિલને રાષ્ટ્રપ્રમુખ બનાવતી વખતે તેમજ પ્રણવ મુખરજી વખતે શિવસેના એ આપણને ટેકો આપ્યો હતો એટલે આપણે શિવસેના સાથે મળીને સરકાર બનાવવી જોઇએ.

જો કે ઉદ્ધવ ઠાકરેના સોનિયા ગાંધીને રૂબરૂ મળવાના પ્રયાસો સફળ થયા નહોતા

(12:09 pm IST)