Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ ફરી ખતરનાક સ્તરે : એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર પહોંચ્યું

રી એક વખત દિલ્હીવાસીઓ ઝેરી ગેસ ચેમ્બરના હવાલે

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ફરી એક વખત વધી ગયું છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર પહોંચી ગયો કે જે ખતરનાક સ્તરની શ્રેણીમાં આવે છે.

   દિલ્હીના આનંદવિહારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 409, બવાનામાં 406 અને રોહિણીમાં 413 નોંધાયો. છેલ્લાક કેટલાક દિવસોમાં દિલ્હીમાં પ્રદૂષણ ઘટી ગયું હતું પરંતુ હવે ફરી એક વખત દિલ્હીવાસીઓના શ્વાસમાં ઝેરી હવા જઇ રહી છે.

   સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કહેવું છે કે હવાની ગુણવતા હવામાન સંબંધિત અનેક ઘટકો પર નિર્ભર કરે છે. જે ભૌગોલિક સ્થળના હિસાબે અવારનવાર બદલતી રહે છે. સામાન્ય રીતે હવાની ગતિ. હવાની દિશા અને તાપમાન કોઇ જગ્યાની હવાની ગુણવતા નક્કી કરે છે.

(11:57 am IST)