Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ધ્યેયો

''જીવન ધ્યેય વગરનું છે..અને તે જ તેની સુંદરતા છે''

જો જીવનમા ધ્યેય હશે તો સુંદરતા નહી રહે કારણ કે એક દિવસ તમે ધ્યેય સુધી પહોંચી જશો અને તેના પછી બધુજ કંટાળાજનક લાગશે ત્યા ફકત પુનરાવર્તન અને પુનરાવર્તન જ હશે, એક સંરખી અવસ્થા ચાલુ રહેશે-અને જીવન એકવિધતાને ધીકકારે છે તે નવા ધ્યેયો ઉત્પન્ન કરતું રહે  છે- એકવાર તમે કોઇ અવસ્થા પામી લો, જીવન તમને બીજો ધ્યેય આપે છે. ક્ષીતીજ તમારાથી દુર અને દુર જતી જાય છે, તમે કયારેય પહોચતા નથી. તમે હંમેશા રસ્તા ઉપર જ રહો છો- અને આ જો તમે સમજી લો તો મનનો બધો જ તનાવ અદ્રશ્ય થઇ જશે કારણ કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે જ તનાવ છે, કોઇ જગ્યાએ પહોચવા માટે.

મન સતત પહોચવા માટે તરસતુ રહે છે, અને જીવન સતત પહોંચવા અને જવા વચ્ચે ફરતું રહેછે- પરંતુ આપણે પહોચીએ છીએ ફરી એકવાર જવા માટે તેનો કોઇ અંત જ નથી તે કયારેય સંપૂર્ણ નથી. અને તે જ તેની સંપૂર્ણતા છે. તે એક સક્રિય પ્રક્રિયા છે, મૃત નહી.

જીવન સ્થીર નથી- તે સતત વહેતુ રહે છે. અને ત્યાં બીજો કોઇ કિનારો નથી. એકવાર તમે આ સમજી જાઓ તો તમે યાત્રાને પણ માણવાનું શરૂ કરી દેશો દરેક પગલુ ધ્યેય છે અને છતા પણ કોઇ ધ્યેય નથી આ સમજ એકવાર તમારા અંતર આત્મા સુધી પહોંચી જશે અને તમને આરામ આપશે પછી કોઇ તનાવ નહી હોય કારણ કે જવા માટે કોઇ જગ્યા જ નથી તેથી તમે અહી તહી ભટકશો નહી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:07 am IST)