Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

નાના દુકાનદારો માટે સરકાર ઓફલાઇન વેપાર પર નીતિ બનાવશે

યોજના અંતર્ગત, રિટેલર્સને વનટાઇમ નોંધણી ફી, વર્કિગ કેપિટલ માટે સોફટ લોન અને ઇલેકટ્રોનિક ચૂકવણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૧: નાના કરિયાણા દુકાનોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવામાં મદદ માટે સરકાર રાષ્ટ્રીય છૂટકબજાર માળખું તૈયાર કરી રહી છે. યોજના અંતર્ગત, રિટેલર્સને વનટાઇમ નોંધણી ફી, વર્કિંગ કેપિટલ માટે સોફટ લોન અને ઇલેકટ્રોનિક ચૂકવણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માળખા પર કામ શરૂ થયું છે જેને રાજયો અપનાવી શકે છે.

છૂટકબજારને લગતી બાબતો રાજય સરકાર હેઠળ છે. તમામ રાજયોએ આ ક્ષેત્રને લગતી જુદી જુદી નીતિઓ અપનાવી છે. માળખું તૈયાર કરવા માટે, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (ડીપીઆઇઆઇટી) એ રાજયોને આવા સ્ટોર્સની સંખ્યા વિશે માહિતી આપવા જણાવ્યું છે.

સ્થાનિક વેપારનો દેશના જીડીપીમાં ૧૫્રુ હિસ્સો છે. ૬૦ કરોડથી વધુ વ્યવસાયિક સાહસો છે. એક અનુમાન મુજબ દ્યરેલુ વેપાર ૨૫ કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે અને દર વર્ષે આ આંકડો ૧૫્રુ વધી રહ્યો છે. મોટાભાગના રાજયોમાં સ્ટોર્સ સંબંધિત નિયમો હોય છે જેના હેઠળ સ્ટોર્સ રજિસ્ટર થાય છે. નોંધણી નીતિ, ફી અને અન્ય નિયમો દરેક રાજયમાં અલગ હોય છે. કેટલાક રાજયોમાં દર વર્ષે દુકાનોની નોંધણી કરવી પડે છે તો કેટલાકમાં દર વર્ષે થાય છે.

સરકાર રાષ્ટ્રીય નીતિ દ્વારા નિયમોને સરળ, સમાન અને ઓછા જટિલ બનાવવા અને કરિયાણાની દુકાનમાં ખર્ચની કિંમત દ્યટાડવાનો પ્રયાસ કરી રહી છે. ફ્રેમવર્કમાં આજીવન નોંધણી માટે ઓનલાઇન નોંધણી સુવિધા પર વિચારણા કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે, અમે નાના દુકાનદારોની સમસ્યાઓ સમજવા અને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેમના માટે સોફટ લોન, ડિજિટલ પેમેન્ટ મિકેનિઝમ્સ જેવી સુવિધાઓ પર પણ વિચાર કરી રહ્યાં છીએ.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડ (સીએઆઈટી) ના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ, લગભગ ૬૫્રુ સ્ટોર્સ એવા છે જેનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું નથી. સી.આઈ.ટી. દ્વારા ઈ-કોમર્સ કંપનીઓ સામે રિટેલર્સ તરફથી કરવામાં આવેલી ફરિયાદોનું નિયંત્રણ કરાયું છે. તેણે ઓનલાઇન પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ નિયમોનું ઉલ્લંદ્યન કરવાનો આરોપ મૂકયો છે. જોકે, ઇ-કોમર્સ કંપનીઓએ આ આરોપોને નકારી કાઢ્યાં છે.

રાષ્ટ્રીય નીતિ હેઠળ સરકાર અને રિટેલર જૂથો વચ્ચે રાજયને દેવા પૂરાં કરવાની બાંયધરી આપવાની ચર્ચા પણ થઈ છે. આનાથી બેન્કોને દુકાનદારોને ઓછા વ્યાજ દરે લોન આપવામાં મદદ મળશે. ધીરાણ પ્રક્રિયાથી સંબંધિત દસ્તાવેજો પણ કાપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, ડીપીઆઈઆઈટી રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડનો વિસ્તાર પણ વધારી રહી છે. છૂટક સમુદાયના ફાયદા માટે સરકારે દુકાનદારો, છૂટક વેપારીઓ અને સ્વરોજગાર માટેની પેન્શન યોજનાને પહેલાથી મંજૂરી આપી દીધી છે. ૬૦ વર્ષની ઉંમરે તેમને ૩,૦૦૦ રૂપિયા માસિક પેન્શન મળશે.

(10:05 am IST)