Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

દિલ્હી પોલીસ વિરુદ્ધ પ્રદર્શન કરનાર જેએનયુના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પોલીસે કસ્ટડીમાં લીધા

 

નવી દિલ્હી : દિલ્હીની JNUના વિદ્યાર્થીઓ ફી વધારાની સાથે સાથે હવે પોલીસોની બર્બરતાના વિરોધમાં રસ્તા પર આવી ગયા છે. દિલ્હી પોલીસ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા JNUના વિદ્યાર્થીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. લોકોમાં મોટા પ્રમાણમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસ વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે પોલીસ હેડક્વાટર પહોંચ્યા હતાં. તે દરમ્યાન વિદ્યાર્થીઓને પોલીસે વસંત વિહારની પાસે રોકી લીધા હતા. ત્યાંથી પોલીસ તેમને વેનમાં બેસાડીને વસંત કુંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હવે જાણવા મળ્યું છે કે પોલીસ તેમને ITO સ્થિત દિલ્હી પોલીસ મુખ્યાલયમાં લઈ ગઈ છે.

JNU વિરુદ્ધ વિદ્યાર્થીઓએ સંસદ વિરોધ માર્ચ કાઢી હતી. પણ પોલીસે તેમને રસ્તામાં રોકી લીધા હતા. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, બેરિકેટ લગાવીને તેમને રોકવામાં આવ્યા અને CRPF તેમની સાથે મારપીટ પણ કરી હતી.

(12:44 am IST)