Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કોઈ વિધાયકોને તોડવાની કોશિશ કરશે તો શિવસેના તેમના માથા ફોડી નાખશે

શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે વિવાદિત નિવેદન આપ્યું

 

મુંબઈ : મહારાષ્ટ્રની સિલ્લોડ વિધાનસભા બેઠકથી શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે કહ્યું કે, 'જે પણ અમારા વિધાયકોને તોડવાની કોશિશ કરશે, શિવસેના તેમના માથા ફોડી નાખશે

 શિવસેનાના એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય અબ્દુલ સત્તારે કહ્યું કે, 'જે પણ તોડફોડની રાજનીતિ અમારી શિવસેના સાથે કરશે તેનું માથું ફોડી નાખવામાં આવશે. શિવસેનાના વિધાયકોને કોઈએ પણ ખોટી રીતે તોડવાની કોશિશ કરી તો શિવસેનાના વિધાયકો તો નહીં તૂટે પણ વિધાયકોને તોડનારાના માથા જરૂર ફૂટશે.'

અબ્દુલ સત્તાર આટલેથી અટક્યા. તેમણે વધુમાં કહ્યું કે, 'મારી વાતને ફક્ત ચેતવણી સમજતા, ચેતવણીની સાથે સાથે ધમકી પણ છે. શિવસેનાના વિધાયકોને જો કોઈ ફોડવા માંગતા હોય તો તેમને ચેતવણી આપવાની શિવસેનાની સ્ટાઈલ છે. શિવસેના ફક્ત ચેતવણી નથી આપતી, સમય આવ્યે શિવસેના બધી વાતોના અમલમાં જરાય પાછળ પડતી નથી.'

(12:39 am IST)