Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

અયોધ્યામાં રામલલ્લાનાં દર્શનાર્થીઓને મળશે રામરસોઇનું શુદ્ધ-સ્વાદિષ્ટ ભોજન

23 નવેમ્બરથી 1 ડિસંમ્બર યોજાનારા સીતા-રામ વિવાહ મહોત્સવ દરમિયાન પ્રારંભ થશે

અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન માટે આવનારા શ્રધ્ધાળુંઓને હવે રામ રસોઇનું  ભોજન મળશે.રામ રસોઇ યોજનાના સુત્રધાર પુર્વ આઇપીએસ અધિકારી તથા પટણાનાં પ્રખ્યાત મહાવીર મંદિર સેવા ટ્રષ્ટ અને અમાવા રામમંદિર સેવા ટ્રષ્ટનાં અધ્યક્ષ આચાર્ય કિશોર કૃણાલ છે.અમાવા રામમંદિર રામજન્મ ભુમીથી થોડા દુર રામલલ્લા દર્શન માર્ગ પર આવેલું છે.રામરસોઇ આ જ પરીસરમાં સંચાલીત કરવામાં આવશે.રામ રસોઇની શરૂઆત 23 નવેમ્બરથી 1 ડિસંમ્બરનાં દિવસે યોજાનારા સીતા-રામ વિવાહ મહોત્સવ દરમિયાન થશે.

સામાન્ય અનુમાન છે કે શરૂઆતમાં પાંચસોથી એક હજાર શ્રધ્ધાળું રામરસોઇમાં ભોજન કરશે પરંતું આગામી મહિનાઓંમાં તે સંખ્યા વધીને પાંચ હજાર થવાની સંભાવના છે.આ હિસાબે આચાર્ય કૃણાલ રામ રસોઇ માટેની તૈયારીઓમાં લાગ્યા છે.

બિહારનાં અડધો ડઝન રસોયા અમાવા મંદિરમાં પહોંચી પણ ગયા છે.તેમની મદદ માટે કેટલાક સ્થાનિક મજુરોને પણ કામે લગાડવામાં આવશે,કૃણાલ કિશોરે બે દાયકા પહેલા સુર્યવંશીય રાજાઓનાં ત્રેતાયુગીન દેવાલય મનાતા અમાવા મંદિરનાં ઉધ્ધારની પહેલ કરી હતી.

(12:26 am IST)