Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

હોંગકોંગમાં કોઈ દેશ કે સંગઠનને દખલ કરવાનો અધિકાર નથી : ચીને આપી અમેરિકાને ચેતવણી

ચીન કાયદાનું પાલન કરવામાં હોંગકોંગ પોલીસનું દ્રઢ સમર્થન કરે છે

 

નવી દિલ્હી : ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા કંગ શ્વાંગે કહ્યું કે, 'અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ તાજેતરમાં જ એકવાર ફરી હોંગકોંગની સ્થિતિ પર ખોટી નિવેદનબાજી કરી છે  તેમણે કહ્યું કે, 'ચીન અમેરિકાને ચીનનાં સાર્વભૌમત્વનું સન્માન કરી બેજવાબદારીથી ભરેલું નિવેદન ના આપવા અને ચીનનાં આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ના કરવાનો આગ્રહ કરે છે.'

કંગ શ્વાંગે કહ્યું કે, 'ચીન કાયદાનું પાલન કરવામાં હોંગકોંગ પોલીસનું દ્રઢ સમર્થન કરે છે અને કાયદા અનુસાર હિંસક અપરાધીઓને સજા આપવામાં હોંગકોંગનાં કાયદાકીય સંગઠનનું સમર્થન કરે છે. હોંગકોંગનો મુદ્દો ચીનનો આંતરિક મુદ્દો છે. કોઈપણ વિદેશી સરકાર, સંગઠન અથવા વ્યક્તિને આમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.

  કંગ શ્વાંગે કહ્યું કે, 'વર્ષ 1997માં હોંગકોંગનાં ચીનમાં પરત આવ્યા બાદ ચીન-બ્રિટેન સંયુક્ત વક્તવ્યમાં નિર્ધારિત બ્રિટેનનાં અધિકાર અને કર્તવ્ય પુરા થઈ ચુક્યા છે. અમેરિકાએ આને ધ્યાને લેતા હોંગકોંગ મુદ્દે ટિપ્પણી ના કરવી જોઇએ.' બીજી તરફ હોંગકોંગમાં લોકશાહીનાં સમર્થકો પ્રત્યે એકજૂટતા દેખાડતા અમેરિકી સાંસદે સર્વસંમતિથી એક કાયદો પસાર કર્યો છે જે ટ્રમ્પ પ્રશાસનને એ વાતનું નીરિક્ષણ કરવાની શક્તિઓ આપશે કે શું આ મહત્વનાં વૈશ્વિક આર્થિક કેન્દ્રમાં રાજકીય અશાંતિનાં કારણે આને અમેરિકી કાયદા અંતર્ગત મળેલા ખાસ દરજ્જામાં બદલાવ લાવવો યોગ્ય છે અથવા નથી.

(11:12 pm IST)