Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

હજુ એનડીએથી દુર થયા નથી : સંજય રાવતનો પત્ર

રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડુને પત્ર લખાયો : સંજય રાવતની રાજ્યસભામાં સીટને બદલી નખાતા પત્ર

નવી દિલ્હી, તા.૨૦ :  મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા ખેચતાણની અસર કેન્દ્રની રાજનિતીથી લઈને સંસદ સુધી જોવા મળી રહી છે. શિવસેનાના સાંસદ સંજય રાવતની સીટને બદલી નાખવામાં આવ્યા બાદ આને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે. આને લઈને સંજય રાવતે અધ્યક્ષ વેંકૈયા નાયડુને પત્ર લઈને રજુઆત કરી છે. સાથે સાથે આક્ષેપ કરતા કહ્યું છે કે, શિવસેનાને અપનાતિ કરવાના હેતુસર આ કામ કરવામાં આવ્યું છે. શિવસેના સાંસદે રાજ્યસભાના અધ્યક્ષને લખવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે, તેઓ આ બાબત જોઈને હેરાન થયા છે કે, રાજ્યસભામાં તેમની સીટને બદલીને ત્રીથી પાંચમી લાઈનમાં કરી દેવામાં આવી છે. કોઈએ આ નિર્ણય જાણી જોઈને શિવસેનાને નુકસાન કરવાના હેતુસર કર્યો છે. શિવસેનાને અપમાનિત કરવાના હેતુસર કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું છે કે, હજુ શિવસેનાએ એનડીએથી અલગ થવાની સત્તાવાર જાહેરાત કરી નથી. જેથી આ નિર્ણય સમજાઈ રહ્યો નથી. તેમણે આ પગલાને રાજ્યસભાની પ્રતિષ્ઠા પર પ્રહાર તરીકે ગણાવીને ટિપ્પણી કરી છે. રાવતે પત્રમાં લખ્યું છે કે, તેમને આ પગલાના કારણો સમજાઈ રહ્યા નથી. કારણ કે શિવસેના હજુ એનડીએની સાથે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યા હતા પરંતુ શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ કરીને મતભેદ સર્જી દીધા હતા. જેના લીધે ભાજપ સાથેના તેમના સંબંધ તુટી ગયા હતા. એનસીપી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવવાના પ્રયાસો ચકાસવામાં આવી રહ્યા છે. અલબત શિવસેનાના પ્રયાસો આ મામલામાં હજુ સુધી સફળ રહ્યા નથી. એનસીપી અને કોંગ્રેસ તરફથી ચોકાવનારા અહેવાલ વારંવાર મળ્યા છે. શરદ પવાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને શિવસેનાને ચોંકાવી ચુક્યા છે.

(9:48 pm IST)