Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

યુ.એસ.ના ન્યુયોર્કમાં યોજાયેલી સ્ટાર્ટ અપ સ્પર્ધામા ઇન્ડિયન અમેરિકન શ્રી રવિ સાહુની કંપની ''સ્ટ્રેઓઝ'' ગ્રાન્ડ પ્રાઇઝ વિજેતા

ન્યુયોર્કઃ  યૂ.એસ. ના ન્યૂયોર્કમાં ૩૧ ઓકટો. ના રોજ યોજાયેલી પાંચ મિલીયન ડોલરની ર્સ્ટાટ અપ સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન શ્રી રવિ સાહુએ શરૂ કરેલી સેન્ટ લૂઇસ મા આધારિત સ્ટ્રેઓઝ ૧ મિલીયન ડોલરના રોકાણ માટે વિજેતા બની છે.

શ્રી રવિ સાહુએ શરૂ કરેલી આ સ્ટ્રેઓઝના તેઓ સીઇઓ છે. જે ખાણકામ ઉદ્યોગમાં ખર્ચ ધટાડવા તથા ખોદકામ પૂર્વે સપાટીની ચકાસણી કરવામાં ઉપયોગી છે.

(9:18 pm IST)