Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખામાં " હિન્દૂ વિવાહ ધારો " હજુ પણ અધ્ધરતાલ : અનેક યુગલોની શાદી વિલંબમાં : 2017 ની સાલમાં મંજૂરી આપ્યા પછી હજુ સુધી મુસદ્દો તૈયાર કરાયો નથી : હિન્દૂ યુવતીઓ અધિકારોથી વંચિત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખામાં 2017 ની સાલમાં સરકારે મંજૂરી આપ્યા પછી  હજુ સુધી  " હિન્દૂ વિવાહ ધારો " અધ્ધરતાલ છે. જે માટેનો મુસદ્દો તૈયાર નહીં કરાતા અનેક હિન્દૂ યુગલોના લગ્નો અટકી પડ્યા છે.કારણકે આ ધારણા અભાવે હિન્દૂ યુવતીઓ તેમના અધિકારોથી વંચિત રહે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દૂઓની સંખ્યા 38 લાખ જેટલી છે.જે કુલ વસ્તીના 2 ટકા જેટલી થવા જાય છે. આ લઘુમતી હિન્દૂ કોમ માટે પણ મુસ્લિમ લો અમલી હોવાથી તેઓ પોતાના પ્રાથમિક અધિકારોથી વંચિત રહે છે.આ અંગે સરકાર સમક્ષ હિન્દૂ આગેવાનોએ અવારનવાર રજુઆત કરવા છતાં પરિણામ મળ્યું નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:24 pm IST)