Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

તેલંગણાના ટીઆરએસ સાંસદ વિશ્વે્‌શ્વર રેડ્ડીની રાહુલ સાથે મુલાકાતઃ કોંગ્રેસનો હાથ પકડશે

નવિ દિલ્‍હી : થોડા દિવસો પહેલા  તેલંગણાના  રાષ્‍ટ્ર સમિતિ (ટીઆરએસ) માંથી રાજીનામું આપનાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ  કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને રેડ્ડીની મુલાકાત બાદ રાજનૈતિક ગતિવિધી વધી ગઇ.

કોંગ્રેસના તેલંગણાના પ્રભારી આરસી ખૂંટીયાએ  કહ્યુ કે રેડી ર૩ નવેમ્‍બરે તલંગણાની મેડચલમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની રેલીમાં કોંગ્રેસનું સભ્‍યપદ ગ્રહણ કરશે.

રેડ્ડીની સાથે મુલાકાત પછી રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્‍ટમાં કહ્યુ કે ટીઆરએસમાંથી ગઇકાલે રાજીનામું આપનાર લોકસભા સદસ્‍ય વિશ્વેશ્વર રેડ્ડી સાથે ઉષ્‍માભરી મુલાકાત થઇ હું આશા કરૂ છું કે  ભવિષ્‍યમાં પણ અમારી સાથે વાતચીત થઇ રહેશે. અને તેલંગણાના વિકાસ માટે અમે કામ કરશું. રાહુલ ગાંધીએ આ મુલાકાતની તસ્‍વીર પણ શેયર કરી છે. 

 

(11:52 pm IST)
  • ઓડીશાના કટકમાં ૩૦ ફુટ નીચે બસ ખાબકતા ૧૨ના મોત : ભેસને બચાવવા જતા ૩૦ ફુટ નીચે બસ ખાબકીઃ દુર્ઘટનામાં ૧૨ના મોત, ૨૦ થી વધુ લોકો ઇજાગ્રસ્ત access_time 3:03 pm IST

  • હિમાચલની ભાજપ સરકારે બાબા રામદેવની પતંજલી યોગપીઠને ૯૩ વિઘા જમીન ૯૯ વર્ષની લીઝ પર આપી : કેબીનેટની મંજૂરી : બજાર ભાગે જમીન આપવાની શરત યોગપીઠે મજૂર રાખી : ૨.૩૯ કરોડ ચૂકવાશે access_time 11:56 am IST

  • સુરત : કાપડ ઉદ્યોગમાં મહિલા રોજગાર અંગે થશે સ્ટડી :કાપડ મંત્રાલયની પાર્લામેન્ટ્રી કમિટીની ટીમ 28મી નવેમ્બરના રોજ મુલાકાત લેશે :હેન્ડલુમ-હેન્ડિક્રાફટમાં કામ કરતી મહિલાઓની મુલાકાત લેશે :મહિલાઓ સાથે મુલાકાત કરી ડિટેઈલ રિપોર્ટ તૈયાર કરાશે access_time 4:31 pm IST