Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

હિંસા ફેલાવવા ખાલિસ્તાનનો પાકિસ્તાને ફરી કરેલો ઉપયોગ

૧૭ ત્રાસવાદી મોડ્યુલનો પર્દાફાશ કરાયો છે : ૭૭થી વધુ હથિયારો જપ્ત કરાયા છે : પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ હુમલામાં માસ્ટરમાઇન્ડ : રિપોર્ટ

અમૃતસર,તા. ૨૧ : પંજાબમાં નિરંકારી ભવનમાં કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં મોટી સફળતા મળી ગઈ છે. આ હુમલાને અંજામ આપનાર શખ્સો પૈકી એકની ધરપકડ કરી લેવાઈ છે જેની ઓળખ વિક્રમજીતસિંહ તરીકે કરવામાં આવી છે જ્યારે બીજા શખ્સની ઓળખ પણ કરી લેવામાં આવી છે જે હજુ સુધી પકડાયો નથી. અલબત્ત તેની ઓળખ અવતારસિંહ તરીકે થઇ છે. અમરિન્દરે કહ્યું છે કે, માહોલ બગાડવા માટે પાકિસ્તાની લોકો ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સનો ઉપયોગ કરી રહ્યા છે. અમરિન્દરસિંહનું કહેવું છે કે, કાશ્મીર બાદ હવે પાકિસ્તાન પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના સરહદી રાજ્યોમાં અશાંતિ ફેલાવવા માટે ઇચ્છુક છે. અમરિન્દરે પણ કહ્યું છે કે, ૧૭ ત્રાસવાદી મોડ્યુઅલનો પર્દાફાશ થઇ ચુક્યો છે. કુલ ૮૧ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ૭૭ હથિયારો જપ્ત કરાયા છે. આઈઈડી અને ગ્રેનેડો પણ મળી આવ્યા છે.

(7:18 pm IST)