Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

હરિયાણાના હિસ્સાર જિલ્લામાં હિટ એન્ડ રન:કારે ફૂટપાથ પર સુતેલા પાંચ મજૂરોને કચડ્યા :અકસ્માતમાં પાંચ લોકોના મોત : સાત ઘાયલ

પુલ પર સમારકામ ચાલતું હતું : મજૂરોને અડેફેટે લઇ કાર સાથે ઉભેલી કાર સાથે અથડાતા 70 ફૂટ નીચે પુલ પરથી ગબડી

હરિયાણાના હિસાર જિલ્લામાં મોડી રાત્રે એક દર્દનાક ઘટના થઇ છે. જિંદલ પુલ પર રાત્રે લગબગ બે વાગ્યે પુરપાટ દોડતી કારે ફૂટપાથ પર સુઈ રહેલા મજૂરોને કચડી નાખ્યા, જેમાં 5 લોકોની મૌત થઇ ગઈ જયારે આ દુર્ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. ઘટનામાં જીવ ગુમાવનાર મોટાભાગના મજૂરો બિહારના બતાવવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પુલ પર સમારકામ ચાલી રહ્યું હતું, જેને કારણે એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે ફૂટપાથ પર સુઈ રહેલા મજૂરોને કચડ્યા પછી કાર સામે ઉભેલી બીજી કાર સાથે અથડાઈ. ત્યારપછી તે કાર લગભગ 70 ફુટ નીચે પુલમાં પડી. ખબર અનુસાર કારમાં સવાર લોકો દિલ્હી તરફ જઈ રહ્યા હતા. બીજી બાજુ જિંદલ ફેકટરીના કર્મચારીઓ ચીસો સાંભળીને જગ્યા પર પહોંચ્યા, તેમને પોલીસને આ બાબતે જાણકારી આપી.

સૂચના મળતા જ પોલીસ જગ્યા પર પહોંચી તેમને લાશોને કબ્જામાં લઈને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. કાર પુલ નીચે પડ્યા પછી તેમાં સવાર લોકો ગમે તેમ કરીને ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ ચુકી છે.

(4:20 pm IST)