Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

“બસંતી કી ઈજ્જત કા સવાલ હૈ”:હેમામાલિની મધ્યપ્રદેશના હરદામાં ચૂંટણી પ્રચારમાં ઉતર્યા

હેમામાલિનીએ ફિલ્મી અંદાજમાં ડાયલોગમાં લોકોને અપીલ કરી

ભોપાલ :અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા હેમામાલિની મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર અભિયાનમાં વ્યસ્ત છે. હરદામાં ભાજપના ઉમેદવાર કમલ પટેલને જીતાડવા માટે મતદાતાઓને હાકલ કરતા ભાજપના સાંસદ હેમામાલિનીએ ફિલ્મી અંદાજમાં ડાયલોગમાં લોકોને અપીલ કરી હતી.

મથુરાથી ભાજપના સાંસદ હેમામાલિની શોલે ફિલ્મના કિરદારનો વિખ્યાત ડાયલોગ પણ બોલ્યા હતા. તેમણે મતદાતાઓને અપીલ કરતા કહ્યુ હતુ કે બસંતી કી ઈજ્જત કા સવાલ હૈ. હેમામાલિનીએ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેમાં બસંતીની ભૂમિકા નિભાવી હતી. શોલે ફિલ્મમાં ઘોડાગાડી ચલાવતી વખતે બસંતી દ્વારા બોલવામાં આવેલો ડાયલોગ ખૂબ જાણીતો બન્યો હતો.

  હરદા-ખિરકિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ચાર ટર્મથી ધારાસભ્ય રહેલા કમલ પટેલ પાંચમી વખતે પણ પાર્ટી દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના સિટીંગ એમએલએ આર. કે. દોગાન ફરી એકવાર મેદાનમાં છે.

(2:47 pm IST)