Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

યુ.કે.માં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતી ભારતીય મૂળની મહિલાને નોકરીમાંથી પાણીચું : પોલીસ સ્ટેશનમાં આવેલા ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કરવા બદલ શિક્ષા

લંડન : યુ.કે.સ્થિત ભારતીય મૂળની મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભુપિન્દર કલસીને તેની ફરિયાદી સાથેની ગેરવર્તણુંકને ધ્યાને લઇ નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવી છે.સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે વેસ્ટ લંડનમાં ફરજ બજાવતી મહિલા પાસે એક ઘરવિહોણો ગ્રીક નાગરિક આવ્યો હતો.જેને સિગારેટ પીતો હોવાના બહાના હેઠળ કાઢી મુક્યો હતો. બાદમાં પોતે ચાલુ નોકરીએ ડી.વી.ડી.જોવા બેસી ગઈ હતી.ફરિયાદી  ઠંડીમાં ઠુંઠવાઈને મૃતયુ પામ્યો હતો.ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કરી તેને કાઢી મુકવા સબબ ભારતીય મૂળની મહિલાને ફરજમુક્ત કરી દેવાઈ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:30 pm IST)