Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જૈશના ૨૪ આતંકીઓ ઘુસણખોરી કરવાની તૈયારીમાં

સ્‍નાઇપર હુમલા અને ખતરનાક કાવતરાને અંજામ આપવા માટે આતંકીઓએ કર્યા લોન્‍ચિંગ પેડ તૈયાર : ભારતીય જવાનો નિશાના પરઃ સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ

નવીદિલ્‍હી, તા.૨૧: આંતરરાષ્‍ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પાર પાકિસ્‍તાની સરહદમાં લશ્‍કર જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના અંદાજે ૨૪ આતંકી સ્‍નાઇપર હુમલા અને ખતરનાક ષડયંત્રને અંજામ આપવા માટે પીઓકેના અલગ-અલગ લોન્‍ચિંગ પેડ પર તૈયાર બેઠેલા છે. તેના માટે કવર ફાયરિંગ, ડ્રેસ, સામાનની વ્‍યવસ્‍થા પાક એજન્‍સીઓએ કર્યા છે.

નવેમ્‍બરના અંતિમ સુધીમાં ઘુસપેઠ કરીને ભારતીય જવાનોને સીધુ નીશાન બનાવવાની રણનીતિથી ભારતીય એજન્‍સીઓ એલર્ટ છે. વિવિધ ખુફિયા એજન્‍સીઓ, બીએસએફ તેમજ અન્‍ય સુરક્ષા બળોની સાથે પાક સેના તેમજ આઇએસઆઇની આતંકીઓની સાથે બનાવેલી યોજનાને જાહેર કરીને સતર્કતાનો નિર્દશ આપવામા આવ્‍યો છે.

રીપોર્ટના હિઝબુલ મુઝાહિદ્દીનની પાંચ સ્‍નાઇપર પીઓકેના દુધનિયાલમાં લોન્‍ચિંગ પેડ પર હાજર છે. કલસિયાન અને રૂમલીધારામાં લશ્‍કરના પાંચ સ્‍નાઇપર ગાઇડ સરદાર ગુજરની સાથે લોન્‍ચ પેડ પર હાજર છે. છ લશ્‍કરી આંતકિઓની એક વિવિધ સમૂહ ગાઇડ અરશહ ખાનની અનુવાઇમાં જે પીઓફના બદલ ગામડામાં કેમ્‍પ કરી રહ્યો છે. સાત-આઠ જૈશ આતંકીઓનો સમૂહ પીઓફેના નટ્‍ટર ગામડામાં રોકાઇ રહ્યો છે.

એનઆઇએને જમ્‍મુકાશ્‍મીરના નગરોટામાં સેનાના એક શિવિર પર નવેમ્‍બર ૨૦૧૬માં થયેલા હુમલાના મામલે આતંકી સંગઠન જૈન-એ-મોહમ્‍મદના ઉપપ્રમુખ તેમજ મૌલાના મસૂદ અઝહરના ભાઇ મૌલાના અબ્‍દુલ રોઉફ અસગર તથા ૧૩ અન્‍ય વિરૂધ્‍ધ મંગળવારે એક આરોપપત્ર દાખલ કર્યો.

ભારતીય એજન્‍સીઓએ વ્‍યકત કરાઇ છે કે તે દરેક આતંકી સ્‍નાઇપર હુમલામાં પ્રશિક્ષિત છે. બેટ ટીમની કાંવતરામાં પણ તેને સામેલ કરવામાં આવ્‍યા છે. એજન્‍સીઓની રીપોર્ટમાં દાર્વો કર્યો છે કે વિવિધ-વિવિધ લોન્‍ચિંગ પેડ પર હાજર આતંકીઓની ટીમને સ્‍નાઇપર હુમલા, બોર્ડર એકશન ટીમની નાપાક કાવતરા અને આઇઇડી ફેલાવાની કાવતરામાં સામેલ કરવામાં આવી શકે છે.

(12:24 pm IST)