Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ટ્રેનનું જમવાનું ફકત ૪ ટકા લોકોને જ લાગે છે સ્‍વાદિષ્‍ટ

મુસાફરો વચ્‍ચે કરવામાં આવ્‍યો સર્વેઃ ૪૬ ટકા લોકો જ ખાવાલાયક માને છે

નવીદિલ્‍હી, તા.૨૧: ટ્રેનોમાં મળતું જમવાનું ફકત ૪ ટકા લોકોને જ સ્‍વાદિષ્‍ટ લાગે છે જયારે ૪૬ ટકા લોકો તેને ફકત ખાવાલાયક માને છે આ લોકોનું કહેવું છે કે તે ટેસ્‍ટી હોતુ નથી જયારે ૩૧ ટકા લોકો તેને જમવા લાયક પણ માનતા નથી. લોકલ સર્કિલના ઓનલાઇન સર્વેમાંએ વાત સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં દેશનાં ૨૦૦ જીલ્લાના ૨૭ હજારથી વધુ લોકોએ ભાગ લીધો. સર્વમાં સામેલ ૪૬ ટકા લોકોના જણાવ્‍યા મુજબ આઇઆસીટીસીની નવી વેબસાઇટ જુનીની સરખામણીમાં ખુબજ ખરાબ છે.  જો એકાઉન્‍ટ ઇનએકિટવ થઇ જાય તો બેલેન્‍સ લેવાની પ્રક્રિયા મુશ્‍કેલીભરી છે.

(12:12 pm IST)