Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મેક્ડોનલ્ડસની ફ્રેન્ચાઇઝી હાર્ડકાસલ રેસ્ટોરાંએ GST ના કરઘટાડાનો ૭.૪૯ કરોડનો લાભ ગ્રાહકોને ન પહોંચાડયો

મુંબઇ તા ૨૧ : મેકડોનલ્ડ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી હાર્ડકાસલ રેસ્ટોરાંએ GST ના  કરઘટાડાનો ૭.૪૯ કરો રૂપિયાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડયો નહીં હોવાનું નેશનલ એન્ટિ-પ્રોફિટિંયરીંગ ઓથોરીટીની તપાસમાં જણાઇ આવ્યું છે.

હાર્ડકાસલ ભારતના પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશમાં મેકડોનસ્ડ્સ બ્રેન્ડ હેઠળ કિવક સર્વિસ રેસ્ટોરાં ચલાવે છે GST નો દર ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો, પરંતુ કંપનીએ એની પ્રોડકટસના ભાવમાં ઘટાડો કર્યો ન હતો.

નેશનલ એન્ટિ-પ્રોફિટિયરીંગ ઓથોરીટીએ એના આદેશમાં કહ્યું છે કે 'હાર્ડકાસલે ભાવ નહીં ઘટાડીને નફાખોરી કરી છે. આ કેસમાં ફરિયાદીઓની ઓળખ થઇ શકી ન હોવાથી ઓથોરિટીએ દંડની રકમ ગ્રાહક કલ્યાણ ભંડોળમાં જમા કરાવવાનું કહ્યું છે.

(11:01 am IST)