Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કોંગ્રેસ ઘમંડી પાર્ટી : ૨૦૧૯માં તેની સાથે કોઇ ગઠબંધન નહી : અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટી અધ્યક્ષે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી દૂર રહેવાનો સંકેત આપ્યો

લખનૌ તા. ૨૧ : સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી દૂર રહેવાનો સંકેત આપ્યો છે. અખિલેશે સંકેત આપ્યો છે કે ૨૦૧૯માં સમાજવાદી પાર્ટીનું કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન થવા જઈ રહ્યું નથી. મધ્ય પ્રદેશમાં અખિલેશે કહ્યું હતું કે કોંગ્રેસને મોટી પાર્ટી હોવાનો ઘમંડ છે.

અખિલેશે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ જે કર્યું તે સારૃં કર્યું. તેને લાગે છે કે લોકતંત્રમાં તેની પાર્ટી મોટી છે અમે લોકો કશું જ નથી. આથી અમને અમારી પાર્ટી બનાવવાની તક મળી હતી. તેમને તો એ લાગે છે કે તેના વગર અમારુ કશું જ થઈ શકે નહીં. દેશને ત્રીજા વિકલ્પની જરૂર છે. રોટલી ત્યારે જ સારી શેકાય જયારે સતત બદલાવવામાં આવે. એક વખત બીજેપીએ તો એક વખત કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં રોટલી બાળી નાખી છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સીટોની વહેંચણી પર સહમતિ ન થતા નારાજગી જાહેર કરતા અને કહ્યું હતું કે દેશને ત્રીજા મોરચાની જરુર છે. અખિલેશે કહ્યું હતું કે બીજેપીને કોઈ પાર્ટી નહીં હરાવે તો તેને જનતા હરાવશે. બીજેપીથી ખેડુત નારાજ છે. યુવા નારાજ છે.

અખિલેશે ડિજીટલ ઇન્ડિયા, શૌચાલય નિર્માણ જેવા મુદ્દો પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. અખિલેશે કહ્યું હતું કે કોંગ્રેસ અને બીજેપીની સરકારમાં એ જ અંતર આવ્યું છે કે પહેલા એક ખાડાનું શૌયાલય બનતું હતું અને હવે બે ખાડાવાળા શૌચાલય બને છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને સપાએ ઉત્તર પ્રદેશમાં ગત વિધાનસભામાં સાથે મળીને ચૂંટણી લડી હતી. જોકે તેનો કોઈ ફાયદો થયો ન હતો.

(10:30 am IST)