Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ વગર સરકાર બનવાની તૈયારી ??:PDP, NC અને કોંગ્રેસ હાથ મિલાવશે

પીડીપી ધારાસભ્યોને તોડવાના ભાજપના પ્રયાસ બાદ લેવાઈ શકે નિર્ણંય

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ વગર સરકાર બનાવવા તૈયારીઓ થઇ રહ્યાંનું જાણવા મળે છે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સમાં સરકાર બનાવવા મુદ્દે વાતચીત ચાલી રહી છે. સૂત્રો મુજબ, પીડીપીના ધારાસભ્યોને તોડવા માટે બીજેપીની કોશિસ બાદ આ નિર્ણંય લઇ શકે છે બીજેપી તોડેલા ધારાસભ્યોની મદદથી પોતાના સહયોગી સજ્જાદ લોનની પાર્ટી પીપલ કોન્ફરન્સના નેતૃત્વમાં સરકાર બનાવવાની કોશિસ કરી રહી છે.

   ગઠબંધનની વાતચીત હેઠળ પીડીપી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવી શકે છે જ્યારે નેસનલ કોન્ફરન્સ તેને બહારથી સમર્થન આપી શકે છે પીડીપી અને કોંગ્રેસ 2002થી 2007 વચ્ચે પણ રાજ્યમાં સરકાર બનાવી ચુકી છે.બીજેપીને સત્તાથી દુર રાખવા માટે એક-બીજાની એકદમ વિરોધી માનવામાં આવતી પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને પીડીપી એક સાથે આવી રહી છે.
   પીડીપી પાસે 28 ધારાસભ્ય છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ પાસે 15 અને કોંગ્રેસના 12 ધારાસભ્ય છે. ત્રણે પાર્ટીઓ પાસે કુલ મળી 44 ધારાસભ્ય છે, જે બહુમત કરતા ઘણા વધારે છે.    નેશનલ કોન્ફરન્સના સૂત્રોએ જણાવ્યું કે, તે ગઠબંધન સરકારમાં ભાગીદાર નહી બને, પરંતુ તેમને બહારથી સમર્થન આપવામાં કોઈ પરેશાની નથી.

(12:00 am IST)