Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી ઝડપાયો:એરપોર્ટ પરથી દબોચી લેવાયો

પુલવામામાં સાથીદારો સાથે મળીને સબ ઈન્સ્પેક્ટર ઈમ્તિયાઝ અહેમદ મીરની હત્યા કરી હતી

દિલ્હી એરપોર્ટ પર દિલ્હી પોલીસના સ્પેશિલ સેલ દ્વારા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદીની ધરપકડ કરાઈ છે પકડવામાં આવેલા આ આતંકવાદીનું નામ અન્સારૂલ કહેવાઈ રહ્યું છે આ આતંકવાદી 28 ઓક્ટોબરના રોજ કાશ્મિરના પુલવામા જિલ્લામાં જમ્મુ-કાશ્મિર પોલીસના એસઆઈ ઈમ્તિયાઝ અહેમદ મીરની હત્યામાં સામેલ હતો. 

  સ્પેશિયલ સેલની તેની દરેક મૂવમેન્ટ પર છેલ્લા 15-20 દિવસથી નજર હતી. 20 નવેમ્બર એટલે કે આજના દિવસે તે જેવો દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

  જન્મુ-કાશ્મીરમાં સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતંકવાદીઓને શોધી-શોધીને મોતને ઘાટ ઉતારી રહી છે.  તેનાથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવાના શરૂ કર્યા છે.આ જ સંદર્ભે આતંકવાદીઓએ એક ધમકી આપી હતી કે ઘાટીના પોલીસ કર્મચારીઓ અને એસપીઓ પોતાની નોકરીઓ છોડી દે આ ધમકી બાદ ઈમ્તિયાઝની હત્યા કરી દેવાઈ હતી. હત્યા બાદ આ આતંકવાદી ફરાર થઈ ગયો હતો. 

(12:00 am IST)