Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

યુ.કે.સ્થિત ભારતીય મૂળના મહિલા સુશ્રી નંદિતા પ્રસાદની યુરોપીઅન બેંકમાં મહત્વના હોદા ઉપર નિમણુંક : 3 ખંડના 38 દેશોના એન્વાયરમેન્ટ,ટ્રાન્સપોર્ટ,તથા ફાઇનાન્સ ની જવાબદારી સંભાળશે

લંડન : યુ.કે.માં યુરોપીઅન બેન્ક ફોર રિકંસ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ માં એનર્જી એન્ડ નેચરલ રીસોર્સીસ વિભાગના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળતા ભારતીય મૂળના મહિલા સુશ્રી નંદિતા પ્રસાદને મહત્વના હોદા ઉપર નિમણુંક અપાઈ છે.તેઓ હવે 3 ખંડના 38 દેશોના  એન્વાયરમેન્ટ,ટ્રાન્સપોર્ટ,તથા ફાઇનાન્સ ની જવાબદારી સંભાળશે.

 ભારતના કોલકત્તાના વતની સુશ્રી નંદિતાએ પ્રિન્સેટોન યુનિવર્સીટી માંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી છે.તેમણે એનર્જી એન્ડ રિસોર્સીસ ડિપાર્ટમેન્ટમાં મેનેજીંગ ડિરેક્ટર તરીકે બજાવેલી યશસ્વી કામગીરીને ધ્યાને લઇ બેંકે તેમને ઉપરોક્ત મહત્વનો હોદ્દો સોંપ્યો છે.જેનો ચાર્જ તેમણે સંભાળી લીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)