Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ઘર ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કર્યા તો ટેક્ષ નહિં લાગે

પત્નીએ પૈસા રોકાણ કર્યા તો લાગશે ટેક્ષ

નવી દિલ્હી તા. ર૧: કોરોના સંકટ વચ્ચે લોકોની શોપિંગની રીત બદલી છે તો પેમેન્ટના ઓપશન્સમાં પણ ફેરફાર થયો છે. હવે લોકો વધુ પડતી વસ્તુઓ માટે ડિજીટલ પેમેન્ટ કરી રહ્યા છે. જેથી કોઇના સંપર્ક આવવાથી બચી શકે હાલના માહોલમાં લોકો રોજબરોજની વસ્તુઓ માટે ઓનલાઇન શોપિંગ અને ડિજીટલ પેમેન્ટ કરી રહ્યા છે. એવા જો તમે દર મહિને પત્નીના એકાઉન્ટમાં ઘર ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હો તો સવાલ એ ઉઠે છે કે શું પત્નીને ઇન્કમટેક્ષ નોટીસ આવી શકે છે, શું તમે આ પૈસાને ગિફટ મની ગણાવીને ડિડકશનનો લાભ લઇ શકે છે.

જો તમે ઘર ખર્ચ માટે દર મહિને પૈસા આપે છે અથવા ગિફટ તરીકે પણ રકમ આપે છે. તો પત્ની પર ઇન્કમ ટેક્ષની જવાબદારી બનતી નથી આ બંને પ્રકારની રકમ પતિની ઇન્કમટેક્ષ તરીકે માનવામાં આવશે. પત્નીને તેના પર કોઇ ટેક્ષ ચુકવવો પડશે નહીં સફળ શબ્દોમાં સમજીએ તો આ રકમ માટે પત્નીને આયકર વિભાગની કોઇ નોટિસ આવશે નહિં પરંતુ જો પત્ની આ પૈસાને વારંવાર કયાંય રોકાણ કરે છે અને તેને તનાથી આવક થાય તો થનારી આવક પર ટેક્ષની દેણદારી બનશે. બીજા શબ્દોમાં સમજીએ તો રોકાણ પર થતી આવકની ગણના વર્ષે દર વર્ષે આધારે પત્નીની આવક મનાશે જેના પર ટેક્ષ ચુકવવી પડશે.

ઇન્કમ ટેક્ષના જણાવ્યા મુજબ જે તમે તમારી ઇન્કમથી અલગ પોતાની પત્નીને ગિફટ તરીકે પૈસા આપ.ે છે તો આ કાયદાકીય રૂપે ખોટું નથી જો કે તેના કોઇપણ પ્રકારનો ટેક્ષ છુટનો લાભ મળશે નહિં. ઇન્કમટેક્ષ કાયદા હેઠળ આવકથી અંતર જો તમે ગિફટ તરીકે પત્નીને પૈસા આપે છે તો તે તેમની કમાણીજ મનાશે અને તેના પર ટેક્ષ દેણદારી પણ તમારી જ બનશે.

(3:56 pm IST)