Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સરકારે ભાવબાંધણું કર્યુઃ પ્રથમ રાજય બન્યું

અરે વાહ... મહારાષ્ટ્રમાં માત્ર રૂ.૩માં મળશે માસ્ક

N-95 થ્રી ડી માસ્ક (N-95 3D Mask)ની કિંમત ૨૫ રૂપિયા અને N-95 માસ્કની કિંમત ૨૮ રૂપિયા નક્કી કરવામાં આવી છે. : બે પળવાળા સર્જિકલ માસ્કની કિંમત ૩ રૂપિયા અને ત્રણ પળવાળા સર્જિકલ માસ્કના ભાવ ૪ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે

મુંબઇ, તા.૨૧: જયાં સુધી કોરોના મહામારીની દવા ન આવી જાય, ત્યાં સુધી બચાવ જ માત્ર એક સારવાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ લોકોને કહ્યું છે કે, જયાં સુધી દવા ન આવી જાય ત્યાં સુધી છૂટ મળશે નહી. કોરોનાથી બચાવમાં સૌથી કારગર હથિયાર છે માસ્ક. જોકે, આજે બજારમાં માસ્કની કોઈ કમી નથી. બજારમાં ૧૦ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીની કિંમતના માસ્ક બજારમાં મળી રહ્યા છે. કારણ કે, માસ્કની કિંમતો નક્કી ન હોવાથી નિર્માતા અને દુકાનદાર મનમાની કિંમત પર તને વેંચી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્ર્ સરકારે માસ્કની કિંમતોને લઈને મોટો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજયમાં માસ્કની કિંમતો નક્કી કરી દીધી છે અને માસ્કની કિંમતો નક્કી કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજય છે.

મહારાષ્ટ્ર સરકારે માસ્કને જરૂરી વસ્તુની યાદીમાં સામેલ કરતા તેની કિંમતો પર લગામ લગાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે માસ્કની કિંમતોને લઈને એક નોટિફિકેશન જાહેર કરી દીધી છે. માસ્કની કિંમતો આજથી આખા રાજયમાં લાગુ થઈ ચૂકી છે.

મહારાષ્ટ્રમાં માસ્કની કિંમતો નક્કી

નોટિફિકેશન પ્રમાણે વી આકારવાળા N-95 માસ્કની કિંમત ૧૯ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

કોરોના હોસ્પીટલોમાં ડોકટરોને ઉપલબ્ધ કરાવવામાં આવતી કિટના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ કિટની કિંમત ૧૨૭ રૂપિયા રાખવામાં આવી છે અને આ કિટમાં ૫ N-૯૫ માસ્ક અને ૫ ત્રણ પરતવાળા માસ્ક સામેલ છે.

મહારાષ્ટ્ર સરકારે એક સમિતિની રચના કરી

માસ્કની કિંમતો નક્કી કરવા માટે મહારાષ્ટ્ર સરકારે એક સમિતિની રચના કરી હતી. આ કમીટીએ છેલ્લા અઠવાડિયામાં જ માસ્કની મહત્ત્।મ કિંમત લાગૂ કરવાની પોતાની ભલામણ સોંપી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારે માસ્ક અને સેનિટાઈઝરની કિંમતોને ઓછી કરવા વિશે સલાહ આપવા માટે પણ એક કમિટિની રચના કરી હતી.

(3:56 pm IST)