Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

માતૃ ઉપાસનામાં માઇભકતોને રસતરબોળ કરતુ અકિલા-કંકણ

આજે પંચમ ગરબોઃ માતાજીને ઇજન મંદિર અને ૫૦૧ ફુલ માંડવડીથી માથે રાખી આરાધના કરાશે : અકિલા દૈનિકના ફેસબુક પેઈજ akilanews ઉપર દરરોજ રાત્રીના ૮ વાગ્યે ભકિતમય કાર્યક્રમ નિહાળો

રાજકોટઃ પંચમે પંચઋષિ પંચમે ગુણ સઘળો માં પંચમે ગુણ સઘળા, પંચ તત્વ ત્યાં સોહીયે પંચે તત્વ ત્યાં સોહીયે પંડે તત્વોમાં... ૐ જય ૐ જય ૐમાં જગદંબે...

માઇભકત આરાધકોનેે માતૃ ઉપાસનામાં તરબોળ કરતા અકિલા-કંકણના આ ભકિતસભર પર્વને અપ્રિતમ પ્રતિસાદ સાથે વધાવ્યો છે. રાજકોટ-ગુજરાત-ભારતના સીમાડાઓ પાર કરી માતૃભકિતને કંકુ-ચોખા- ફુલડે વધાવનાર કિર્તીમાન કંકણ સંસ્થા રાજકોટ કંકણ આંતરરાષ્ટ્રીય ગરબા ગ્રુપ રાજકોટે કોરોનાા મહામારી વચ્ચે ઉપાસકોમો આરતી ગરબાથી જયજયકાર કર્યો છે.

માંને આજનું ઇજન મંદિર અને ૫૦૧ ફુલ માંડવડીથી પ્રથમ નોરતુ માં શૈલપુરી, દ્વિતીય નોરતે માંર્ બ્રહ્મવારીણી, તૃતિય નોરતુમાં ચંદ્રઘન્ટા, ચતૂર્થ નોરતુ માં કૃષ્માન્ડા અને આજે પંચમ નોરતુ માં સ્કન્દમાતાનું જે માં દુર્ગાનું પાંચમુ સ્વરૂપ છે. પાંચમા નોરતે ભકતોમાં સ્કન્દમાતાનું માતા છે. સ્કન્દમાતા પર્વત પર સિંહ અસવાર છે. એટલેકે તેમનું વાહન સિંહ છે. તેમની ગોદમાં બાળ કાર્તિકેય છે તેમને આર્શીવાદીત કરે છે. સ્કન્દમાતા શાણપણ, ડહાપણ અને મમત્વમયી કલ્યાણકારીની માતૃસ્વરૂપ છે. તેમની ભકિત કરનાર ઉપાસકો સુખ્યાતિ, સંપતિ અને સમૃધ્ધીના અધિકારી બને છે. પવનપુત્રી પાર્વત્રી અને શંકર મહેશ પત્નિ સ્કન્દમાતાને માહેશ્વરી તેમજ ગૌરીના નામથી પણ જાણીતા  છે.સ્કન્દમાતા સંતાનસુખ આપનાર જગત જનની છે.એક  પૌરાણીક કથા અનુસાર નવરાત્રીના પાંચમા દિવસે માં સ્કન્દમાતાના પ્રશિક્ષણથી સ્કન્દ એટલે પુત્ર કાર્તીકેય રાક્ષસ તારકાસુરનો વધ કર્યો હતો. તારકાસુરનો વધ શિવપુત્રના હાથે જ સ્કન્દમાતા પાસેથી યુધ્ધ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ ભગવાન કાર્તીકેય રાક્ષસ તારકાસુરનો વધ કર્યો.પાંચમા સ્વરૂપની ભકિત કંકણ જગદંબાઓ માથા પર બાજોઠ પર બનાવેલી મંદિર માંડવડીઓ જેમાં માતાજીની જાજવલ્યમાન તસ્વીરો સુશોભિત છે તેમજ ૬ ફુલ માંડવડીઓ જે દરેકમાં ૫૦૧ સફેદ - કેસરી અને લાલ ફુલોથી શણગારાયેલી છે તે શીર પર ધરી શકિતની આનંજદીત આરાધના ઉપાસના કરશે. વધારે ને વધારે ગરબા પ્રેમીઓને માતૃશકિત વંદનામાં જોડાવવા તેમજ યુવા પેઢીને તેમજ નવી પેઢીને ગુર્જરી શકિત વંદનાના વૈભવી - ધાર્મિક નર્તન વારસાનું રસપાન કરાવવા સપરિવાર ઉત્સવીત થવા અકિલા કંકણે ઈજન આપ્યુ છે.

નોરતુ પાંચ : ઘંટારવ પાંચ : તાલી પાંચ : ચપટી પાંચ

ઘટ મંદિરમાં સ્કન્દમાતા બિરાજમાન છે અને કંકણે આજની આદ્યશકિત આરાધના ગરબામાં પાંચમા નોરતે પાંચ ઘંટનાદ - પાંચ તાલી - પાંચ ચપટીનો નયનરમ્ય નર્તન પ્રયોગ કર્યો છે. કંકણ ગ્રુપ લીડર ટવીંકલ જાગાણી અને કંકણ સંચાલિકા - સંસ્થાપિકા - નૃત્ય નિર્દેશીકા સુશ્રી સોનલ હંસદેવજી સાગઠીયાએ અકિલા રસજ્ઞોના સથવારે મા સ્કન્દમાતાને ફુલડે નવાજ્યા છે.

(3:53 pm IST)