Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, ટીવી સ્ટેશનો, રેડિયો સ્ટેશનો સહિત આતંકવાદીઓના નિશાન ઉપર જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ કેન્દ્રોઃ તમામ જગ્યાએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ

જમ્મુ : સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ રાજયભરમાં દહેશત અને આતંક ફેલાવવાનો ઇરાદો ધરાવે છે, ખાસ કરીને જમ્મુ વિભાગના તે વિસ્તારોમાં કે જેને અત્યાર સુધી સલામત માનવામાં આવ્યા છે અને આ કારણોસર તેમની સુરક્ષા વ્યવસ્થા પર અત્યાર સુધીમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેથી જ જમ્મુ-કાશ્મીરમાં આ સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા માટે મલ્ટી લેવલ સુરક્ષા સિસ્ટમ્સ અપનાવવામાં આવી છે. જે હવે આતંકવાદીઓના મુખ્ય નિશાન બની રહ્યા છે. જોકે સુરક્ષા કેમ્પો પહેલાથી જ આતંકીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, હવે રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, ટીવી સ્ટેશનો, રેડિયો સ્ટેશન અને અન્ય સંવેદનશીલ સંસ્થાઓ માટે એક નવો ખતરો ઉભો થયો છે.

(3:16 pm IST)