Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

મ્યુ. ફંડ AIF-નાં ઇન્વેસ્ટરોમાં ચિંતાનું મોજુઃ આવી શકે છે ટીસીએસ હેઠળ

૦.૧ ટકા કર કાપવો અને તે અનુસાર રિટર્ન ભરવુ અઘરૂ બનશે

મુંબઇ તા. ર૧ :.. મ્યુચ્યલ ફંડ (એમ. એફ.) અને અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ) સ્ત્રોત પર કર સંગ્રહ (ટીસીએસ)ના વ્યાપમાં આવી શકે છે. કરની આ નવી જોગવાઇ ૧ ઓકટોબરથી અમલી છે. ટીસીએસથી ફંડોની સાથે જ તેમના રોકાણકારો પર પણ અસર પડી શકે છે.

નાણા અધિનીયમ, ર૦ર૦ ની કલમ ર૦૬-સી માં પેટા કલમ (૧ એચ) જોડવામાં આવી છે. તેના હેઠળ ગયા વર્ષે પ૦ લાખથી વધારે કિંમતની કોઇપણ વસ્તુનુ વેચાણ કરનાર વિક્રેતાએ વેચાણમૂલ્યના ૦.૧ ટકા ટીસીએસ વસુલવો પડશે. આ કર સંગ્રહ વેચાણ વખતે કરવાનો રહેશે.

અત્યાર સુધી ટીસીએસ ૧૦ કરોડથી વધારેનો વાર્ષિક બીઝનેસ કરનાર વિક્રેતાઓ પર લાગુ થાય છે. પણ હવે તેના વ્યપમાં બધા મ્યુચ્યલ ફંડ અને અલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પણ આવી શકે છે. યુનિટ વેચાણ કરતા મ્યુચ્યલ ફંડ અને એઆઇએફને વિક્રેતા ગણવામાં આવ્યા છે. જયાં રોકાણકારો યુનિટની ખરીદી કરે છે, આ યુનિટને પાછા આપતી વખતે રોકાણકાર વિક્રેતા અને મ્યુચ્યલ ફંડ, આઇએએફને ખરીદનાર ગણવામાં આવી શકે છે.

ગયા મહિને પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) એ પત્ર બહાર પાડીને કલમ ર૦૬-સી (૧ એચ) ના લાગુ થવા બાબત સ્પષ્ટીકરણ કર્યુ હતું. તેમાં કહેવાયુ હતું કે સ્ટોક એકસચેન્જ હેઠળ થનાર ડીબેન્ચર્સ અને જીન્સના વેચાણ પર આ કલમ નહીં લાગે.

મ્યુચ્યલ ફંડ સાથે સંકળાયેલ એક સીનીયર  અધિકારીએ કહયું કે ૦.૧ ટકા કર કાપવો અને તેના અનુસાર રિટર્ન ભરવાનું કામ બહુ અઘરૂ બનશે. વિક્રેતા અને ખરીદનાર ની વ્યાખ્યા સ્પષ્ટ નથી. ફંડ આ બાબતે વધુ સ્પષ્ટતાની રાહ જોઇ રહ્યા છે.

(11:18 am IST)