Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ઉત્તરપ્રદેશમાં એક જ પરિવારના ચાર બાળકોના પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી કરૂણમોત

બાળકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું

લખનઉ: ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક જ પરિવારના ચાર બાળકો પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ મૃતક બાળકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

પોલીસ સ્ટેશન પુરાકલા હેઠળના ઝાબર ગામના મતેરા નિવાસી સંતોષ પ્રજાપતિના 8 વર્ષના પુત્ર અરવિંદ, 7 વર્ષીય નરેન્દ્ર અને 14 વર્ષીય પુત્ર રવિન્દ્ર અને સંતોષના નાના ભાઇ મુકંદીનો 12 વર્ષીય પુત્ર બ્રજેન્દ્રનો મૃતદેહ ઘરથી થોડે દૂર ખાડામાંથી મળી આવ્યો હતો.

ચારેય બાળકો બપોરે એક સાથે રમી રહ્યા હતા, તે દરમિયના આ ઘટના બની હતી. જોકે લાંબા સમય સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન બાળકોના ચપ્પલ ખાડા પાસે મળી આવ્યા હતા. જે બાદ પરિવારે વધુ શોધખોળ કરતા બાળકોના મૃતદેહ ખાડામાંથી મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે બાળકો એકબીજાને બચાવવાના પ્રયાસમાં ખાળામાં પડી ગયા અને તેમનું મોત થયું.

(10:18 am IST)