Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

યુપીમાં ગુનેગારો બેખોફ : અપહરણ બાદ આઠ વર્ષના માસુમ બાળકની નિર્દયતાથી કરાઈ હત્યા

મોં અને આંખમાં ફેવિક્વિક લગાડાઇ :જનનાંગો અને શરીરના અનેક ભાગોમાં ઈજાના નિશાન : ગામના જ દંપતીની ધરપકડ

લખનૌ : યુપીમાં ગુનેગારો બેખોફ બન્યા છે બાંદા જિલ્લાના ચૌસડ ગામે આઠ વર્ષિય માસૂમનું અપહરણ કરીને નિર્દયતાથી હત્યા કરાઈ હતી. તેના મોં અને આંખમાં ફેવિક્વિક લગાડવામાં આવ્યો હતો અને તેને પુઆલ અને ગોબરની નીચે દબાવવામાં આવ્યો હતો. તેના જનનાંગો અને શરીરના અનેક ભાગોમાં ઈજાઓ પણ મળી હતી. પોલીસે ગામના જ દંપતીની ધરપકડ કરી છે.

ચૌસાડ નિવાસી શિક્ષક રાજેશકુમાર કુશવાહાનો આઠ વર્ષનો પુત્ર સોમવારે કાકા રાજેન્દ્રકુમારના ઘરે મળવા ગયો હતો. રાજેશનું ઘર ગામની બહાર છે. કોલેજ છોડ્યા પછી, તે પહેલા ગામમાં સ્થિત મંદિરમાં ગયો, જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે પુત્ર નહોતો. પત્ની પુષ્પાએ જણાવ્યું હતું કે પેટમાં દુખાવો થયો ત્યારે તે દવા લેવા આંગણવાડી ગયો હતો, ત્યાંથી તે કાકાના ઘરે ગયો હતો. મોડે સુધી પરત નહીં ફરતાં રાજેશ પુત્રને લેવા રાજેન્દ્રના ઘરે પહોંચ્યો હતો. રાજેન્દ્રની પત્નીએ જણાવ્યું હતું કે પ્રિન્સ સવારે સાડા દસ વાગ્યા સુધી ઘરની બહાર રમી રહ્યો હતો, તે પછી તે ક્યાં ગયો તે ખબર નહોતી. બધાએ સાથે મળીને શોધખોળ કરી, પરંતુ પ્રિન્સ મળ્યો ન હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ સુધી પહોંચતા પહેલા રાજેશને ફોન પર ધમકી મળી હતી કે પ્રિન્સ તેની પાસે છે. રાજેશે આ માહિતી પોલીસને આપી હતી. મંગળવારે સવારે પરિવાર અને ગ્રામજનો ફરીથી પ્રિન્સને શોધવા ગયા હતા. ત્યારબાદ એક મહિલાને તળાવના કાંઠે બાળકના ચપ્પલ મળી આવ્યા. રાજેશે તેને પ્રિન્સ ગણાવ્યો. ગોબર અને પુઆલને દૂર કર્યા તો, પ્રિન્સનો મૃતદેહ નીચે દબાયેલો દેખાયો. શંકાના આધારે રાજેન્દ્રના ઘરની બાજુમાં રહેતા દંપતીની પોલીસે અટકાયતમાં પુછપરછ હાથ ધરી છે.

(9:19 am IST)