Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સતત 20મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત : કિંમતમાં કોઈ ફેરફાર નહિ

અમેરિકામાં ક્રૂડ આઉટપુટમાં લગભગ 17 ટકાનો ઘટાડો: તેજીના સંકેત

નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓ એ આજે સતત 20મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. આજે બુધવારે દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલ 70.46 રૂપિયા પ્રતિ લીટર પર ટકેલું રહ્યું. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકામાં ક્રૂડ આઉટપુટમાં લગભગ 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય ઇંધણ બજરમાં ફરી એકવાર તેજીના સંકેત છે. જોકે સ્થાનિક બજારમાં જોઈએ તો હાલ તેની કોઈ અસર નથી.

 


દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

(8:59 am IST)