Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

એકંદર બેરોજગારી દર ઘટવા છતાં ગુજરાત સહિત છ રાજ્યોમાં શહેરોમાં બેકારોની સંખ્યામાં વધારો

છ રાજ્યોમાં ગુજરાત, કેરળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર સામેલ

નવી દિલ્હી : જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૯માં છ રાજ્યોમાં શહેરોમાં બેકારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, જો કે દેશમાં એકંદર બેરોજગારીનો દર અગાઉના ત્રિમાસિક ગાળામાં 9.8 ટકાની તુલનાએ ઘટીને 9.4 ટકા થયો હતો તેમ સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર આ આંકડા દર્શાવે છે. છ રાજ્યોમાં ગુજરાત, કેરળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર સામેલ છે.( જુલાઈ-સપ્ટેમ્બર 2019 ના સમયગાળા માટે શહેરી વિસ્તારોના પીરીઓડિક લેબર ફોર્સ સર્વે અનુસાર).

(1:00 am IST)