Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સૌપ્રથમ હેલ્થકેર વર્કર્સને અપાશે કોરોના વેક્સીન : આગામી વર્ષના પ્રારંભમાં કોરોના રસી થશે તૈયાર

મેડિકલ ઓફિસરો, એલોપેથી ડોક્ટરો, ટીચિંગ અને નોન ટીચિંગ ડોક્ટરો, આયુષ ડોક્ટરોને પહેલા રસી અપાશે : અને આશા વર્કરોને પણ ફ્રન્ટલાઈન વર્કર્સમાં સામેલ: જિલ્લા અને રાજ્ય સ્તરે કોરોનાના મોરચે કાર્યરત સ્વાસ્થ્ય કર્મચારીઓની યાદી બનાવવા કહેણ

 

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ  એડવાઇઝરી જાહેર કરીને જિલ્લા અને રાજ્ય સ્તરે કોરોનાના મોરચે કાર્યરત સ્વાસ્થ્ય કર્મચારીઓની યાદી બનાવવાનું કહ્યું છે. મંત્રાલયે નોડલ અધિકારીઓને જણાવ્યું છે કે સૂચિ કેવી રીતે તૈયાર કરવી. યાદીમાં, ખાનગી અને સરકારી હોસ્પિટલોના કર્મચારીઓના નામ હશે. સૂચિ ઇલેક્ટ્રોનિક વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક પર તૈયાર કરવામાં આવશે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓની સૂચિ કેવી રીતે તૈયાર કરવી અને તેને COVID Vaccine Beneficiary Management System પર અપલોડ કેવી રીતે કરવી. નોંધપાત્ર વાત છે કે, કેન્દ્રીય આરોગ્યમંત્રીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, આગામી વર્ષના પ્રારંભમાં ભારતમાં કોરોના રસી તૈયાર થઈ શકે છે. ક્રમમાં બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રસી ઉત્પાદન અને તેની ડિલિવરી સિસ્ટમ પર સમીક્ષા બેઠક કરી ચુક્યા છે.

કોરોના રસીની પ્રાથમિકતાઓ અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું છે કે હેલ્થ કેર વર્કર્સની યાદી તૈયાર થવાથી વેક્સિન આવ્યા બાદ લાભાર્થીઓને શોધવાનું ખૂબ સરળ બનશે. નર્સ અને આશા વર્કરોને પણ ફ્રન્ટલાઈન વર્કર્સમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમને પહેલા રસી આપવાની છે. ઉપરાંત મેડિકલ ઓફિસરો, એલોપેથી ડોક્ટરો, ટીચિંગ અને નોન ટીચિંગ ડોક્ટરો, આયુષ ડોક્ટરોને પહેલા રસી આપવામાં આવશે. આવા તબીબી વ્યવસાયિકોની સંખ્યા લગભગ 20 લાખ છે.

સિવાય પેરામેડિકલ સ્ટાફનો ડેટા પણ તૈયાર કરવામાં આવશે. આમાં તમામ ટેક્નિશિયન (લેબ્સ, ઓપરેશન થિયેટર વગેરે), ફાર્માસિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, વોર્ડ બોય્સ, વૈજ્ઞાનિકો, સંશોધકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. સાથે સરકાર કેટલાક અન્ય કર્મચારીઓના રસીકરણ પર પણ વિચારણા કરી રહી છે

 

(12:16 am IST)