Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પાકિસ્તાનના રેલમંત્રીની ફરી મૂર્ખાઈ : ભારતને આપી પરમાણુ યુદ્ધની ધમકી

શેખ રશીદે કહ્યું એક ન્યૂક્લિયર કમ એટોમિક વોર હશે અને જેવી રીતે જરૂરીયાત હશે તે પ્રકારના શસ્ત્રો વાપરશું.

 

નવી દિલ્હી : પાકિસ્તાનના રેલ મંત્રીએ ફરી એકવાર ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. શેખ રશીદે પ્રેસ કોન્ફ્રેન્સમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું છે કે હું 126 દિવસ ધરણામાં શામેલ હતો તે સમયે દેશના હાલાત અને સરહદી મામલાત આવા હતા, સીરિયસ થ્રેટ છે. દેશને તે જંગ ડરાવણી હોઈ શકે છે. કન્વેન્શનલ આર્મ નહી હશે જે અકલના આંધળાઓ સમજી રહ્યાં છે કે 4-6 દિવસો સુધી ટેન્ક-ટોપ ચાલશે અથવા હવાઈ એટેક થશે. નેવીના ગોળાઓ ચાલશે.

  શેખે આગળ કહ્યું કે ના એક એટોમિક વાર હશે, એક ન્યૂક્લિયર કમ એટોમિક વોર હશે અને જેવી રીતે જરૂરીયાત હશે તે પ્રકારના શસ્ત્રો વાપરશું.

  અત્રે ઉલેલ્ખનીય છે કે પહેલીવાર નથી જ્યારે શેખ રશીદે આવુ વિવાદીત નિવેદન આપ્યું હોય. પહેલા પણ કશ્મીરને લઈને ભારત વિરૂદ્ધ ભડકાઉ નિવેદન આપી ચુંક્યા છે. ગ્યા મહીનામાં તેમણે જણાવ્યું હતુ કે ક્શમીરની લડાઈ લડવામાં આવશે, પછી ભલે તેમાં મરી જઈએ કે પછી મારવામાં આવે.

સિવાય શેખ રશીદ પોતાના એક બીજા નિવેદનને લઈને ચર્ચામાં છે. એક રેલીમાં માઈક પર ભાષણ આપતા શેખ રશીદને કરંટ લાગ્યો હતો તેનો વીડિયો ખૂબ વયરલ થયો હતો જેમાં તેમણે મુર્ખાઈ ભર્યું નિવેદન આપતા કહ્યું હતુ કે તેમને કરંટ લાગ્યો તેની પાછળ ભારતનો હાથ છે.

(11:26 pm IST)