Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પાકિસ્તાને પોસ્ટલ મેઇલ સર્વિસને અટકાવી દીધી છે

ભારત દ્વારા પાકિસ્તાનની ઝાટકણી

નવી દિલ્હી, તા.૨૧ : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી પોસ્ટલ મેઇલ સર્વિસને એક પક્ષીયરીતે રોકી દેવામાં આવી છે. ભારતે આ પાકિસ્તાનના એક પક્ષીય નિર્ણયની વ્યાપક ટિકા કરી છે અને કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણના ભંગ સમાન પાકિસ્તાને પગલું લીધું છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભારતને કોઇપણ પ્રકારની પ્રાથમિક નોટિસ આપ્યા વગર પાકિસ્તાનને આ સેવા ફરી શરૂ કરવી જોઇએ. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ટપાલ યુનિયનના ધારાધોરણનો ભંગ કરીને આ નિર્ણય કર્યો છે પરંતુ પાકિસ્તાન પાકિસ્તાન છે. તેના ઉપર કોઇ ધારાધોરણની અસર થતી નથી. એક કાર્યક્રમના ભાગરુપે પહોંચેલા કોમ્યુનિકેશન અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે આ મુજબની વાત કરી હતી. પાકિસ્તાને કોઇપણ પ્રકારની માહિતી આપ્યા વગર જ તેની સેવા બંધ કરી દીધી છે જેના કારણે સામાન્ય લોકોને ચોક્કસપણે તકલીફ થઇ શકે છે.

(7:54 pm IST)