Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પેટા ચૂંટણીમાં સીટો....

નવીદિલ્હી, તા. ૨૧ : દેશના ૧૮ રાજ્યોને આવરી લેતી વિધાનસભાની ૫૧ સીટો માટે પણ આજે શાંતિપૂર્ણરીતે મતદાન યોજાયું હતું. ગુજરાતમાં વિધાનસભાની ૬ સીટો ઉપર અપેક્ષા કરતા ઓછું એટલે કે ૫૦-૫૫ ટકા મતદાન થયું હતું જેથી ભાજપની છાવણીમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશની રામપુર સહિત ૧૧ સીટો, ગુજરાતની છ સીટો, બિહારમાં પાંચ સીટો, આસામમાં ચાર સીટો અને હિમાચલ પ્રદેશમાં તેમજ તમિળનાડુમાં બે બે સીટો પર મતદાન યોજાયું હતું. ઉત્તરપ્રદેશમાં તમામની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે. ક્યાં ક્યાં રાજ્યોમાં કેટલી સીટ પર આજે  પૈટાચૂંટણી માટે મતદાન થયું છે તે નીચે મુજબ છે.

ઉત્તરપ્રદેશ.............................................. ૧૧ સીટો

ગુજરાત.................................................... છ સીટો

બિહાર................................................... પાંચ સીટો

આસામ.................................................. ચાર સીટો

હિમાચલપ્રદેશ........................................... બે સીટો

તમિળનાડુ................................................ બે સીટો

પંજાબ................................................... ચાર સીટો

કેરળ.................................................... પાંચ સીટો

સિક્કિમ.................................................. ત્રણ સીટો

રાજસ્થાન.................................................. બે સીટો

અરૂણાચલ પ્રદેશ.................................... એક સીટો

મધ્યપ્રદેશ.............................................. એક સીટો

ઓરિસ્સા................................................ એક સીટો

છત્તિસગઞ.............................................. એક સીટો

પોન્ડીચરી.............................................. એક સીટો

મેઘાલય................................................. એક સીટો

તેલંગાણા…………………………………………..એક સીટો

 

(7:46 pm IST)