Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અમેરિકાના સાન જોસ કેલિફોર્નિયામાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવાઇઃ ૨ ઓકટો.નો દિવસ આંતર રાષ્ટ્રિય અહિંસા દિવસ તરીકે ઉજવાશે તેવી ઘોષણાં કરાઇ

કેલિફોર્નિયાઃ તાજેતરમાં અમેરિકાના સાન જોસ કેલિફોર્નિયામાં ર ઓકટો.૨૦૧૯ના રોજ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવાઇ ગઇ. આ પ્રસંગે સીટી કાઉન્સીલએ ૨ ઓકટો.નો દિવસ સાન જોસમાં ''ઇન્ટરનેશનલ નોન વાયોલન્સ ડે'' તરીકે ઉજવાશે તેવી ઘોષણાં કરી હતી. જેનો ઇન્ડિયન અમેરિકન શ્રી ઉદય કપૂરએ સ્વીકાર કર્યો હતો.

આ પ્રસંગે શ્રી રાજ દેસાઇ, સુશ્રી રેશમા નિગમ, શ્રી ભૂપેન મહેતા, ડો.લુલ્લા, સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તથા ર ઓકટો.નો દિવસ આંતર રાષ્ટ્રિય અહિંસા દિન તરીકે ઘોષિત કરવા બદલ સાન જોસ કાઉન્સીલનો આભાર માન્યો હતો.

(7:20 pm IST)