Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મતદાન કરવુ એ ગાયને ભોજન કરાવવા જેવું પૂણ્યનું કામ, લોકતંત્રનો સૌથી મોટો તહેવાર મતદાન કરવાનો છેઃ હરિયાણાના ગૌભક્ત નંદકિશોર ગોયંકા

હિસાર: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની 90 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. હિસારમાં સમાજસેવી અને ગૌભક્ત નંદકિશોર ગોયંકાએ સીએવી શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે ઝી મીડિયા સાથે વાતચીતમાં હરિયાણાના મતદારોને અપીલ કરતા કહ્યું કે ઘરોમાંથી બહાર નીકળો અને તમારા મતનો ઉપયોગ કર્યો. ગૌભક્ત નંદ કિશોર ગોયંકાએ કહ્યું કે મતદાન કરવું એ ગાયને ભોજન કરાવવા જેવું પુણ્યનું કામ છે. તેમણે કહ્યું કે લોકતંત્રનો સૌથી મોટો તહેવાર મતદાન કરવાનો છે.

સમાજસેવી નંદ કિશોર ગોયંકાએ કહ્યું કે મતદાન કરવાથી 5 વર્ષ માટે આપણને સશક્ત સરકાર મળે છે. તેમણે કહ્યું કે પ્રદેશની ઉન્નતિ માટે તમામે પોતાની ભાગીદારી દર્શાવવી જોઈએ. આ અગાઉ પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને મતદારોને વધુ પ્રમાણમાં બહાર આવીને મતદાન કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. તમામ મતદારોને મારી વિનંતી છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકતંત્રના આ પર્વમાં ભાગીદાર બને.

પ્રદેશના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના લોકોને પણ મતદાન માટે અપીલ કરી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું કે પહેલા મતદાન પછી જલપાન. હું મારો મત આપવા જઈ રહ્યો છું. પ્રદેશના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તમે પણ મતદાન કેન્દ્ર પર જઈને મતાધિકારનો ઉપયોગ કરો. મજબુત સરકાર માટે તમારો એક એક મત નિર્ણાયક છે.

(5:42 pm IST)