Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

નોબેલ વિજેતા ડો.બેનર્જીનું સૂચન

લોકોના હાથમાં પૈસા રહેવા જોઇએ તો જ અર્થવ્યવસ્થા જીવંત બનશે, મંદી ભાગશે

નવી દિલ્હી, તા.૨૧:નોબેલ પુરસ્કાર વિજેતા ડોકટર અભિજીત બેનર્જીએ મોદી સરકારને અર્થતંત્રને વેગવંતુ કરવા ખાસ સલાહ આપી છે. અભિજીતનું કહેવું છે કે કોર્પોરેટ સેકટરની પાસે ખૂબ જ પૈસા છે. એ ડિમાન્ડ નહીં હોવાને કારણે રોકાણ પર જોર આપી રહ્યું નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે લોકોના હાથમાં પૈસા આવવાં જોઈએ, સાથે સાથે PM કિસાન યોજનામાં પણ સુચનો કર્યા છે.

જાણીતા અર્થશાસ્ત્રી અને ૨૦૧૯ના નોબેલ પુરસ્કાર વિજેતા ડાઙ્ખકટર અભિજીત બેનર્જીએ સુસ્ત ગતિથિ ચાલી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને જીવિત કરવાનીરીત જણાવી છે. જો કે આ દરમિયાન એમને મોદી સરકાર દ્વારા કોર્પોરેટ ટેકસમાં કાપ ને ઉચિત સ્ટેપ ના જણાવ્યું. એક મીડિયા રિપોર્ટ અનુસાર બેનર્જીએ કોર્પોરેટ ટેકસમાં કાપ કરવાની જગ્યાએ જનતાની ખરીદ ક્ષમતા વધારવાની વાત કહી છે. એના માટે એમને પીએમ કિસાન યોજનામાં ભૂમિહીન ખેડૂતોને પણ સામેલ કરવા અને મનરેગામાં મળતી મજૂરીનો દર વધારવાની વકીલાત કરી.

ડોકટર બેનર્જીએ કહ્યું, 'હું કોર્પોરેટ ટેકસમાં કાપ કરતો નથી. જો કે એને હવે ફરીથી બદલવી ખૂબ જ મોંદ્યી સાબિત થશે. એની પર કંઇક વિચાર કરી શકાય છે, કારણ કે નાણાંકીય નુકસાન પર વધારે બોજ છે. એ સારું રહેત વધારેમાં વધારે પૈસા પીએમ કિસાનમાં આપવામાં આવતા અને મનરેગાની મજૂરી દરમાં વધારો કરવામાં આવતો. એના દ્વારા પૈસા એ લોકોના હાથમાં જતા જો ખરેખર એને ખર્ચ કરતા.'

એમને કહ્યું કે કોર્પોરેટ સેકટર પહેલાથી જ ખૂબ રોકડ પર બેઠેલું છે. એ રોકાણ એટલા માટે નથી કરતું કે એની પાસે પૈસા નથી, પરંતુ એટલા માટે નથી કરતું કે કારણ કે એની માટે ડિમાન્ડ નથી. ડોકટર બેનર્જીએ કહ્યું કે ભારતની પાસે જીએસટી સ્લેબમાં વધારે આઇટમ હોવી જોઇએ. કારણ કે તમે માત્ર આવક પર ટેકસ વધારીને જીડીપી અનુપાતમાં સુધારો કરી શકો નહીં.

ડોકટર અભિજીત બેનર્જીએ એક રિપોર્ટમાં સાક્ષાત્કારમાં પીએમ કિસાન યોજનામાં ભૂમિહીન ખેડૂતોને પણ સામેલ કરવાની વાત કરી છે. એમને કહ્યું, 'મને લાગે છે કે ભૂમિહીન મજૂરોને એમાથી બહાર કરવામાં કોઇ કારણ નથી જો તમે એને સપોર્ટ પ્રાઇસ વિકલ્પના રૂપમાં જુઓ છો.' આ તર્કને વિસ્તાર આપતા ડોકટર બેનર્જી કહે છે, 'સમર્થન મૂલ્ય આશિંક રૂપથી શ્રમની માંગને વધારે છે, કારણ કે આ વધારે ઘઉં ઉગાડવા માટે વધારે લાભદાયક છે અને એટલા માટે ઘઉં કાપના માટે વધારે લોકોને ભાડેથી લઉં છું.'

(4:06 pm IST)