Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સોશ્યલ મીડીયામાં ધડાકોઃ નિરવ મોદીએ કોંગ્રેસના નેતાઓને કમિશન પેટે રૂ. ૪૫૬ કરોડ આપ્યા'તા

કોંગ્રેસના શાસન વખતે જ નિરવ મોદીના ૩ પાસપોર્ટ બન્યા હતાઃ લંડન કોર્ટને આપેલા કથીત નિવેદનમાં ધડાકો

લંડન, તા. ૨૧ :. સોશ્યલ મીડીયામાં પંજાબ નેશનલ બેન્કને કરોડો રૂપિયાનું બુચ મારી ભાગી જનાર નિરવ મોદીએ લંડનની કોર્ટમાં આપેલ કથીત નિવેદન જોરશોરથી ફરી રહ્યુ છે. જેમા તેણે જણાવ્યુ છે કે હું ભારતથી ભાગી ગયો નથી. તેણે એવુ નિવેદન આપ્યુ છે કે મને કોંગ્રેસના નેતાઓએ ભાગી જવા અને દેશ છોડી દેવા ધમકી આપી હતી. કોંગ્રેસના નેતાઓને મેં ૪૫૬ કરોડનુ કમિશન પણ આપ્યુ છે.

નિરવ મોદી અંગે સોશ્યલ મીડીયામાં એવી વાત પણ ફરે છે કે જ્યારે નિરવ મોદીની ધરપકડ થઈ ત્યારે જ કોંગ્રેસના નેતા અને ધારાશાસ્ત્રી કપીલ સિબ્બલને શા માટે તાબડતોબ લંડન મોકલવામાં આવ્યા હતા. નિરવ મોદી પાસે ૩ જેટલા પાસપોર્ટ હોવાનું કહેવાય છે જે ૨૦૧૦ની સાલમાં બનાવવામાં આવ્યા હતા.

નિરવ મોદીએ લંડનની કોર્ટને આપેલા કથીત નિવેદનમાં એવુ પણ જણાવાયુ છે કે ૧૩૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં મારો હિસ્સો ૩૨ ટકાનો હતો અને બાકીનો હિસ્સો કોંગ્રેસના નેતાઓનો હતો અને તેથી તેઓ એટલે કે કોંગ્રેસના નેતાઓ મોદીથી ભયભીત થઈ રહ્યા છે.

(4:05 pm IST)