Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અયોધ્યાનો નિર્ણય આવનારી પેઢીને અસર કરશેઃ બંધારણીય મુલ્યો પ્રતિબિંબત થાય તેવો ચૂકાદો હોવો જોઈએ

રામજન્મભૂમિ મામલે મુસ્લીમ પક્ષકારોએ ''મોલ્ડીંગ ઓફ રીલીફ'' સાર્વજનીક કર્યુ

નવી દિલ્હીઃ રામજન્મભૂમિ- બાબરી મસ્જીદ વિવાદમાં મુસલમાન પક્ષકારોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે નિર્ણય સંભળાવતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નિર્ણયથી આવનારી પેઢી પ્રભાવિત થશે. સાથે તેમણે એ પણ અપીલ કરેલ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ભારતીય બંધારણના સંવૈધાનિક મુલ્યોને પ્રતિબિંબિત કરનાર હોવો જોઈએ. આ અંગે હિન્દુ પક્ષકારોએ વિરોધ કરેલ. જે બાદ મુસ્લીમ પક્ષકારોએ પોતાની અરજી ગઈકાલે સાર્વજનીક કરી હતી.

અરજીમાં જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટેએ પણ ધ્યાનમાં રાખવું પડશે કે જે નિર્ણય આવે તે આવનાર પેઢીને અસરકર્તા બનશે. આ નિર્ણયથી દેશની રાજય વ્યવસ્થા ઉપર પણ અસર પડશે. દેશના કરોડો નાગરીકોને પણ અસર પહોંચશે. તેઓ આ દેશના બંધારણીય મુલ્યો ઉપર ભારત ગણતંત્ર બન્યુ ત્યારથી વિશ્વાસ રાખી રહ્યા છે. કોર્ટના નિર્ણયનો દુરાગામી પ્રભાવ થશે. તો આ ઐતિહાસીક નિર્ણયના પરિણામોનું પણ ધ્યાન રાખવું જોઈએ. નિર્ણય એવો હોવો જોઈએ જેમાં દેશના બંધારણીય મુલ્યોની જલક દેખાય.

(4:03 pm IST)