Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દિવાળી પર ૩૭ ટન સોનાના સિકકા-જવેલરી વેચાશે

આવતી કાલે પુષ્પ નક્ષત્રઃ દિવાળીમાં પાંચથી છ લાખ કરોડનો બિઝનેસ થશે

નવી દિલ્હી તા. ર૧: આવતી કાલથી પુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારો શરૂ થવાના કારણે ખાસ કરીને બુલિયન બજારમાં ખરીદી ચરમ સીમાએ પહોંચશે. દિવાળીના તહેવાર પર જવેલરી, કપડાં, લાઇટિંગ, મીઠાઇ, ફટાકડા, રિયલ એસ્ટેટ, કાર, ગિફટ, વાસણ, ઓટો વગેરેની ખરીદીની શરૂઆત થઇ ગઇ છે. કોન્ફેડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું છે કે દેશમાં દર વર્ષે રૂ. ૪પ લાખ કરોડનો બિઝનેસ થાય છે. દશેરાથી દિવાળી સુધીના ર૦ દિવસમાં રૂ. પાંચથી છ લાખ કરોડનો વેપાર થવાનું અનુમાન છે. દેશના સૌથી મોટા ગોલ્ડ એકસપોર્ટર રાજેશ મહેતાના જણાવ્યા અનુસાર દિવાળી દરમિયાન ઓછામાં ઓછા ૩૭ લાખ ટન સોનાના સિકકા અને જવેલરીનું વેચાણ થવાનું અનુમાન છે. સોનાના રેટ વધવા છતાં દિવાળી દરમિયાન સાતથી નવ ટન સોનાના સિકકા અને ૩૦ ટન જવેલરીનું વેચાણ થવાનું અનુમાન છે એટલે લગભગ રૂ. ૧૪ થી ૧પ કરોડનો બિઝનેસ થશે. ક્રેડાઇના નેશનલ ચેરમેન જક્ષય શાહે જણાવ્યું હતું કે દીપાવલીના તહેવાર પર મકાનોની ઇન્કવાયરી ગત વર્ષની તુલનાએ બમણી થઇ છે અને મકાન માટે રપ થી ૩૦ ટકા વધુ ડીલ થવાની આશા છે. મોટાં શહેરમાં રૂ. ૧.પ કરોડ સુધીના ફલેટની ભારે ડિમાન્ડ છે.

(3:57 pm IST)