Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદઃ આજે પણ શકયતાઃ બે દિ' ઓરેન્જ એલર્ટ

ચોમાસાની વિદાય બાદ પણ : વરસાદ, વિજળી પડવાનું અનુમાનઃ હવામાન ખાતુ

નવી દિલ્હી તા. ર૧ :.. ચોમાસાની વિદાય બાદ પણ કેરળ અને કર્ણાટકમાં ગઇકાલે ભારે વરસાદ પડેલ. પાણી ભરાઇ જવાથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સતત ર કલાક વરસાદથી કેટલાય વિસ્તારોમાં લોકોએ ટ્રાફીક સમસ્યાનો પણ સામનો કરેલ.

હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન લગાવ્યુ છે. બંગાલકોટ, બેલગામ, બીદર, ધારવાડ, ગડગ, હાવેરી, કલબુર્ગી, વિજયપુરા જીલ્લના અલગ - અલગ વિસ્તારોમાં વરસાદની સંભવના છે. કર્ણાટકન વિસ્તારોમાં પણ વિજળી પડવાની સાથે ગાજવીજથી વરસાદ પડશે. કેરળના કોચીમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઇ હતી. બે દિવસનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. શુક્રવારે પણ હવામાન વિભાગે કર્ણાટક, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપેલ. હવામાન વૈજ્ઞાનિક પ્રો. પાંડેય મુજબ દેશભરમાં મોસમનો મિજાજ બદલવાથી શીયાળાની શરૂઆત થઇ છે. પૂર્વ હવા ચાલવાથી હવામાન કારણે વાદળોમાં ફેરફાર થઇ રહયા છે. તેથી જ સોમવારે પણ વરસાદ વરસશે. સવાર-સાંજ ઝાકળ રહેશે અને ધુમ્મસ શરૂ થઇ જશે.

(3:57 pm IST)