Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

વીર સાવરકરના બદલે લિંગાયત સંત-વોર્કિંગ ગોડ શિવકુમાર સ્વામીજીને ભારત રત્ન આપો : સિધ્ધાર મૈયા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધરમૈયાએ રવિવારે સલાહ આપી કે કેન્દ્રએ હિન્દુમહાસભાના નેતા વીર સાવરકરના સ્થાને લિંગાયત સંત શિવકુમાર સ્વામીજીને ભારતરત્નથી સમ્માનિત કરવા જોઈએ. શિવકુમાર સ્વામીજીનું આ વર્ષે જાન્યુઆરીમાં ૧૧૧ વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. તેમને વોર્કિંગ ગોડ તરીકે જાણવામાં આવતા હતા. તે શિક્ષણના પ્રસારક અને માનવતાવાદી હતા. તેમના વ્યકિતત્વ તેમજ કાર્યોની વિશ્વભરમાં પ્રશંષા કરવામાં આવે છે. સિધ્ધરમૈયાએ મૈસુરમાંપત્રકારોને જણાવ્યું કે, ભાજપની ઈચ્છા જે પણ હોય, પરંતુ મારૂ માનવું છે કે, સાવરકરના સ્થાને ભારત રત્નથી શિવકુમાર સ્વામીજીને સમ્માનિત કરવા જોઈએ.  સિધ્ધાર મૈયાએજણાવ્યું કે તે સાવરકરનો વિરોધ મુખ્ય રીતે એટલામાટે કરી રહ્યા છે કે તેમણે હિન્દુત્વ  દ્વારા સાંપ્રદાયિકતા ફેલાવી.  સિધ્ધરમૈયાએ મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાન્યુઆરી ર૦૧૮મા પત્ર લખી ભારત રત્નથી શિવકુમાર સ્વામીજીને સમ્માનિત કરવાનો આગ્રહ કર્યો હતો. જો કે કેન્દ્રએ આ વિશે કોઈ નિર્ણય લીધો નથી. સિધ્ધરમૈયાએ આ પણ જણાવ્યું છે તે પોતે એક હિન્દુ છે અને કયારેય હિન્દુ વિચારધારાનો વિરોધ કર્યો નથી.

(3:49 pm IST)