Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

'યુધ્ધ ભડકાવનારી રાણી' છે હિલેરી કિલન્ટન

રૂસ ત્રીજા પક્ષના ઉમેદવાર સ્વરૂપે તુલસી ગબાર્ડને તૈયાર કરે છે તેવા હિલેરીના નિવેદનનો જડબાતોડ જવાબ આપતા ગબાર્ડઃ હિલરી અને તેની ધનિક વગદારોની ગેંગ મારી પાછળ પડી છેઃ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા થઇ રહ્યા છે પ્રયાસોઃ મને કોઇ ચૂપ રાખી નહિ શકેઃ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જ ઝંપીશ

વોશીંગ્ટન તા. ર૧ :.. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઝૂકાવનાર ડેમોક્રેટિક પાર્ટીના તુલસી ગોબાર્ડને ચૂપ કરવા, બદનામ કરવા ચૂક કરવા પૂર્વ અમેરિકી પ્રેીસડેન્ટ હિલેરી અને તેની વૈભવી લોકોની ગેંગ મેદાને પડયાનો વિસ્ફોટ ખૂદ તુલસી ગોબાર્ડે ટવીટર એકાઉન્ટ ઉપર ર મિનીટ અને પ સેકન્ડની વિડીઓ પ્રસારીત કરી છે.

તુલસી ગોબાર્ડ ખૂબ જ ઇમોશનલી અને મક્કમતાથી દેશવાસીઓને અપીલ કરતા આ વિડીઓમાં નજરે પડે છે.

તેણે @ tulsi Gabbard ટવીટર હેન્ડલ ઉપર (tulsi 2020.cm)  આ વીડીઓ મૂકી છે. જે અચૂક, સાંભળવા જેવી છે. આજે આ વિડીઓ કલીપ (akilanew.com/facebook)  ઉપરથી પણ બપોરે ૧ર.૩૯ વાગ્યે લાઇવ ન્યુઝમાં દર્શાવવામાં આવશે.

તુલસી ગબાર્ડે લખ્યું છે કે હિલેરી અને તેમની ધનીક વગદાર લોકોની ગેંગ મારી પાછળ પડી છે. અને એ દ્વારા તમને (અમેરિકન પ્રજાને) એવો સંદેશ આપવા માગે છે કે ચૂપચાપ અમારી લાઇનમાં રહેજો નહિ તો ખત્મ કરી નાખવામાં આવશે.

તુલસી ગબાર્ડે ખૂબ જ લાગણીશીલ અને મક્કમતાથી આ વિડીયોમાં કહયું છે કે, આપણે ચૂપ નહિ રહીએ. ડેમોક્રેટીક પક્ષને ફરી પાછો સત્તા ઉપર લાવવા અને સરકારનું નેતૃત્વ લોકો માટે અને લોકો વડે જ થાય છે મારી સાથે જોડાઇ જાવ.

ર૦૧૬ માં મેં બર્ની સેન્ડર્સને ટેકો આપ્યો ત્યારે જ લોકોએ મને ચેતવેલ કે કલીન્ટન આ ભૂલશે નહિ અને મારી રાજકીય કારકીર્દી ખત્મ કરશે. તેઓ, તેના ધનિક સાથીઓ, વગદાર લોકો અને મીડીયા દ્વારા મને અચૂક ખત્મ કરી નાખશે.

ભારતીય મૂળની આ તાકાતવાન મહિલા નેતા તુલસી ગબાર્ડ કહે છે કે આ પ્રચાર શરૂ થયો તેના પ્રથમ દિવસથી જ અસંખ્ય વાર મારી શાખ-નામના-રેપ્યુટેશન ખત્મ કરવા રહ્યા છે. અને મારી જીવનભરની સેવાઓ ખત્મ કરવા પ્રયાસો કરી રહ્યા છે કારણ કે હું તેમની સામે ઉભી છું.

મેં વટભેર ૧૬ વર્ષથી આર્મી નેશનલ ગાર્ડમાં સેવા આપી છે અને આજે પણ આર્મી નેશનલ ગાર્ડમાં મેજર તરીકે સેવા આપી રહેલ છું, મધ્ય-પૂર્વના દેશોમાં ર વખત મેં ફરજ બજાવી છે, સંસદમાં પણ ૭ વર્ષથી સેવા આપી રહી છું. ફોરેન અફેર્સ સર્વીસીઝ, આર્મ્ડ સીર્વીસીઝ કમીટી, હોમલેન્ડ સીકયુરીટીઝ કમીટી, સહિતની સંખ્યાબંધ સમિતિમાં સેવા આપી છે.

તુલસી ગબાર્ડ કહે છે કે આપણા રાષ્ટ્ર માટેનો પ્રેમ સરાજાહેર દર્શાવવામાં હું ડરતી નથી. તેઓ સદંતર ખોટી રીતે અને દેશદ્રોહી ચીતરવા માગે છે અને આવું તે લોકો ગમે તેના માટે કરી શકે છે.

તેઓ (હિલેરી એન્ડ ગેંગ) એવો સ્પષ્ટ મેસેજ તમને આપવા માગે છે કે જો તમે તેમની વિરૂધ્ધ, તેમના ધનિક અને શકિતશાળી મહાનુભાવો, વોટ મશીનની વિરૂધ્ધ જશો તો  તમને ખત્મ કરી નાખશે, તમારા સંદેશને બદનામ કરી નાખશે.

અમેરિકાના પ્રમુખપદમાં ઝૂકાવી રહેલ ડેમોક્રેટિક પક્ષના તુલસી ગબાર્ડ આ વીડીઓ સંદેશમાં સ્પષ્ટ કહે છે કે તેઓ (હિલેરી એન્ડ ગેંગ) મને ચૂપ નહિ કરી શકે, મને ઉશ્કેરી-ઉકસાવી નહિ શકે, કે ચૂપ નહિ કરી શકે. આપણે માત્ર તેમના ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવા અહિં નથી આવ્યા. હું પ્રમુખપદની ચંૂટણી લડું છું અને ભ્રષ્ટાચારની ધનિકોની નાગચૂડમાંથી આપણા દેશ અને ડેમોક્રેટિક પક્ષને ફરી સત્તા પર લાવવા માગુ છું.

વિશ્વ શાંતિ માટે લડત આપી શકાય તેવા નવા જ ડેમોક્રેટિક પક્ષ અને નવી નેતાગીરી હું લાવવા માંગું છું., એટલા માટે પ્રમુખપદની ચૂંટણી લડી રહી છું.

જે લોકો શાંતિ માટે લડવા માગે છે, પ્રજા માટે લડવા માગે છે અને આપણી પૃથ્વીને બચાવવા માગે છે. તેવી નવી નેતાગીરી, નવા  ડેમોક્રેટિક પક્ષ માટે ચૂંટણી લડવા માગું છું તેમ ભાવવાહી રીતે તુલસી ગબાર્ડ જણાવે છે.

હું પ્રત્યેક અમેરિકનને અપીલ કરું છું કે ડરશો નહિ, સત્તા અને સત્ય માટે મારી સાથે જોડાઇ જાવ, આવો, આપણા દેશ (અમેરિકા) અને આપણા પક્ષમાંથી ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી નાખીએ.

આપણા નેતાઓ ઉપર હાવી થઇ ગયેલ વોર મશીનને ખત્મ કરવા અને વાસ્તવમાં આપણી નેતાગીરી લોકો માટે, લોકો વડે અને વાસ્તવમાં લોકોની બને તે માટે મારી સાથે જોડાઇ જાવ.

(11:43 am IST)