Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મોદી સરકારનો પશુપ્રેમ દંભમાત્ર છેઃ ચિદમ્બરમ

લોકોને પ્રતિભાવ આપ્યાઃ દેશમાં રોજગારીની કટોકટી પ્રવર્તે છેઃ ટવીટર :ઉપર પૂર્વ નાણામંત્રીના પ્રહારો

નવી દિલ્હી,  પૂર્વ કેન્દ્રિય મંત્રી પી.ચિદમ્બરમે જણાવ્યું કે નરેન્દ્રભાઇ મોદીના  નેતૃત્વ કેન્દ્ર સરકારનો ગાય પ્રેમ માત્ર કાગળ પર છે તેમણે એક દાવોકરનાં જણાવ્યું હતું કે ૨૦૧૨થી૨૦૧૯ની વચ્ચે પશુઓની સંખ્યામાં છ ટકાનો ઘટાડો થયો છે  જેનો સીધો મતલબ એ છે કે મોદી સરકારનો પશુ પ્રેમમાત્ર દંભ છે. ગાયોની વસ્તી વધારવા માટે સરકાર તરફથી કંઈ જ કરવામાં આવ્યું નથી   ભ્રષ્ટાચારનાં કેસમાં જ તિહાર જેલમાં કેદ ચિદમ્બરમના ટવીટર એકાઉન્ટ પર આ ટિપ્પણી  કરવામાં આવી  હતી.આ ટવીટરમાં ચિદમ્બરમે અર્થતંત્રના બે સુચકાંક રજૂ કર્યા  હતા અને લોકોને અનુરોધ કર્યો હતો કે આ અંગે તેઓ પોતાના વિચારો રજૂ કરે જે પૈકી ૫૦ ટકા લોકોએ પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં રોજગારની હાલત ખરાબ થશે જેનો મતલબ એ છે કે દેશમાં નોકરીઓમાં કટોકટી ચાલી રહી છે. એમ ચિદમ્બરમે ટવીટકરી જણાવ્યું હતું અત્રે ઊલ્લેખનિય છે કે ચિદમ્બરમ હાલ જેલમા છે  જેથી તેમના તરફથી તેમના પરિજનો ટવીટ કરે છે.

(11:40 am IST)